એ.ડી. શેઠ પત્રકારત્વ ભવનના અધ્યક્ષ પદ પરથી ડો. નીતાબેન ઉદાણીનું રાજીનામુ, નવા વડા તુષાર ચંદારાણા
કુલ 80 બેઠકોમાંથી માત્ર 22 બેઠકો પર જ ફોર્મ ભરાયા: PGDMCમાં 12 તો MJMCમાં 10 જ ફોર્મ પ્રવેશ મેળવવા ભરાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગત 1લી-2જી જુલાઈએ ગુજરાતી પત્રકારત્વના 202 વર્ષ પૂર્ણ થયા. પાછલા પચાસ વર્ષોમાં ગુજરાતી પત્રકારત્વની સફરમાં શ્રેષ્ઠ પત્રકારો આપવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી એ.ડી. શેઠ પત્રકારત્વ ભવવનો નોંધનીય ફાળો રહ્યો છે. આ ભવનમાંથી પત્રકારત્વ કરેલા વિદ્યાર્થીઓની માંગ દરેક મીડિયા હાઉસમાં હોય છે. અહીંનું શૈક્ષણિક વાતાવરણ ખૂબ જ સારું માનવામાં આવે છે. આજથી થોડા વર્ષો પૂર્વે પત્રકારત્વ કરવા ઈચ્છતા ઉમેદવાર માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં અભ્યાસ કરવા પડાપડી થતી હતી. એક સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં પ્રવેશ મેળવવો ખૂબ જ કઠિન રહેતો હતો, પ્રવેશ મેળવવા લેખિત પરીક્ષા અને મૌખિક ઈન્ટરવ્યૂ આપવા પડતા હતા ત્યારે આજે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં પ્રવેશ મેળવવા કોઈ રાજી નથી. આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ એડમિશન થયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા શ્રી એ.ડી. શેઠ પત્રકારત્વ ભવનમાં પીજીડીએમસી અને એમજેએમસી એમ બે કોર્ષ ચાલે છે. આ બંને કોર્ષનો સમયગાળો એક-એક વર્ષનો છે. છેલ્લા કેટલાક વર્ષથી આ બંને કોર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થતો રહ્યોં છે ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે, ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી એ.ડી. શેઠ પત્રકારત્વ ભવનમાં પીજીડીએમસી અને એમજેએમસી એમ બંને કોર્ષમાં કુલ મળીને 22 જેટલા જ એડમિશન જ થયા છે. બંને કોર્ષમાં 40-40 જેટલી બેઠકો હોવા છતાં 50 ટકા બેઠકો પણ ભરાઈ નથી. પત્રકારત્વ ભવનમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બંને કોર્ષની કુલ મળી 80 બેઠકો છે જેમાં પીજીડીએમસીમાં માત્ર 12 તો એમજેએમસીમાં માત્ર 10 જ ફોર્મ ભરાયા છે. આ પાછળ શ્રી એ.ડી. શેઠ પત્રકારત્વ ભવવનું નબળું સંચાલન મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે અને તેથી જ પત્રકારત્વ ભવનના વડા નીતાબેન ઉદાણીએ હેડશિપમાંથી રાજીનામું આપી દીધું હોવાનું અને ભવનના અધ્યક્ષ તુષાર ચંદારાણાને બનાવી દીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હેડશીપ છોડવાનું કારણ અંગત નહીં કંઈક બીજું જ?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી એ.ડી. શેઠ પત્રકારત્વ ભવનમાં ફેક્ટ રાજકોટ-સૌરાષ્ટ્રમાંથી જ નહીં, રાજ્યભરમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ આવતા હતા ત્યારે આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં પત્રકાર બનવાનાં અભ્યાસક્રમમાં 50 ટકા જેટલા પણ એડમિશન ન થતા ભવનના વડા તરીકેના પદ પરથી ડો. નીતાબેન ઉદાણીએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બે દિવસ અગાઉ પત્રકારત્વ ભવનના અધ્યક્ષ ડો. નીતાબેન ઉદાણીએ હેડશીપમાંથી મુક્તિ માગી હતી. ડો.નીતાબેન ઉદાણીના અધ્યક્ષપદેથી મુક્તિની નોંધ મંજૂર થઈ ગઈ છે. હવે નવા હેડ તરીકે તુષાર ચંદારાણા ચાર્જ સંભાળશે. ડો. નીતાબેન ઉદાણીએ પત્રકારત્વ ભવનની હેડશીપ છોડવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે પણ આ સમગ્ર મામલે ક્યાંકને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનના કથળતું સ્તર જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પત્રકારત્વ ભવનમાં ગત કેટલાક વર્ષોથી વ્હાલા-દવલાની નીતિ, જૂથવાદ, આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોચ્યો છે. આમ, ડો. નીતા ઉદાણીના હેડશીપ છોડવા પાછળ કોઈ અંગત કારણ માનવામાં આવી રહ્યું નથી.
- Advertisement -
જે એકપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા નથી તેને બનાવાયા સૌ. યુનિ.ના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની 16 સરકારી યુનિવર્સિટીઓમાં થતી શૈક્ષણિક પ્રવૃતિઓનો વધુમાં વધુ પ્રચાર અને પ્રસાર થાય તે માટે સોશિયલ મીડિયા ઈન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક થયેલા ઈન્ચાર્જને પોતપોતાની યુનિવર્સિટીની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો પ્રચાર-પ્રસાર હશક્ષસમશક્ષ. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એમ ત્રણ મુખ્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર-પ્રસાર કરવા સૂચના અપાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે પત્રકારત્વ ભવનના નવા બનેલા અધ્યક્ષ તુપાર ચંદારાણા છે. ડો. નીતાબેન ઉદાણીએ હેડશીપમાંથી મુક્તિ માંગ્યા બાદ તુષાર ચંદારાણાને પત્રકારત્વ ભવનના અધ્યક્ષ બનાવાયા છે સાથે જ તેમની પાસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોશિયલ મીડિયા ઈન્ચાર્જની જવાબદારી છે ત્યારે જાણવા જેવી બાબત એ છે કે, સૌ. યુનિ.ના પત્રકારત્વ ભવનના વડા અને સોશિયલ મીડિયા ઈન્ચાર્જ તુષાર ચંદારાણા પાસે પીએચડીની ડિગ્રી પણ નથી અને તેઓ એકપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ નથી. તેમની પાસે સ્માર્ટ ફોન સુદ્ધા નથી. તેઓ એકપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા નથી ત્યારે તેઓ પત્રકારત્વ ભવનના વડાની સાથે સોશિયલ મીડિયા ઈન્ચાર્જની જવાબદારી કેમ સંભાળશે તે સૌથી મોટો પ્રશ્ર્નાર્થ છે.



