વ્યાજ દર વધારીને 2022-23 માટે 8.15% કરવામાં આવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
કરોડો ખાતાધારકો માટે ખુશીના સમાચાર મળી છે. કેન્દ્ર સરકારના ઊઙઋઘએ આજે યોજાયેલી તેની બેઠકમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે.
અહેવાલ અનુસાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર વધારીને 2022-23 માટે 8.15 ટકા કરવામાં આવ્યો છે. ગઈકાલે ઊઙઋઘની બે દિવસીય બેઠક શરૂ થઈ હતી. આ બે દિવસીય બેઠકમાં ઊઙઋઘએ તેના સબ્સ્ક્રાઇબર્સ માટે 2022-23 માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ પરના વ્યાજ દરની જાહેરાત કરી છે.
ગયા વર્ષે એટલે કે વર્ષ 2021-22 માટે આ વ્યાજ દર 8.1 ટકાના દરે હતો. આ વ્યાજ દર છેલ્લા 40 વર્ષમાં સૌથી નીચો હતો અને સરકારના આ નિર્ણયનો ઘણો પણ વિરોધ થયો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા વ્યાજ દરો નક્કી થતાં જ નાણા મંત્રાલયે આ વ્યાજ દરોની અસર માટે નોટિફિકેશન બહાર પાડવાનું હોય છે. ઊઙઋઘ કરોડો કર્મચારીઓના 27.73 લાખ કરોડ રૂપિયાનું સંચાલન કરે છે અને તેમાં સંભવિત 6 કરોડ લોકો છે આ તમામ લોકો માટે ખુશીના સમાચાર કહી શકાય છે.