બરવાળા ગામની પાંચ ગાયોમાં લક્ષણો જોવા મળ્યા
પશુપાલન વિભાગે દોડી જઈને ગાયોનું રસીકરણ કર્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યભરમાં દુધાળા પશુમાં લમ્પી વાયરસના કેસ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અલગ અલગ જીલ્લામાં કેસ વધી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં પણ લમ્પી વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે જેમાં મોરબીના બરવાળા ગામે પાંચ ગાયો લમ્પી વાયરસનો ભોગ બની હોવાનું બહાર આવતા પશુપાલન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને બરવાળા ગામે દોડી જઈને પશુપાલન વિભાગની ટીમે આ વાયરસનો ભોગ બનેલી ગાયોનું રસીકરણ કર્યું હતું.
મોરબી તાલુકાના બરવાળા ગામના પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા જે અંગે ગ્રામજનોએ પશુપાલન વિભાગને જાણ કરતાં મોરબી પશુપાલન વિભાગની ટીમ ગામમાં દોડી ગઈ હતી અને ગામના સરપંચ હિરાભાઈ ખાંભલા તથા ગ્રામજનોને સાથે રાખીને પશુ નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ગામની અંદાજે 80 ગાયોનું નિદાન કરવામાં આવ્યું હતું. તપાસ કરતા પાંચ ગાયમાં આ લક્ષણો જોવા મળ્યા હતા જે બાદ મોરબી તાલુકા વેટરનરી ઓફિસર ડો. નીલેશ ભાડજા અને તેની ટીમ દ્વારા લમ્પી વાયરસ ગ્રસ્ત પશુને સારવાર આપવામાં આવી હતી તેમજ સાવચેતીના ભાગરૂપે ગામના 100 જેટલા પશુઓને વેક્સીન આપી સુરક્ષિત
કરાયા હતાં.