આ યાત્રા 8 દિવસમાં સમગ્ર રાજ્યમાંથી સરળતાથી પસાર થાય તે માટે પોલીસ વિશેષ બંદોબસ્ત કરવામાં વ્યસ્ત
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે પંજાબમાં પ્રવેશ કરશે. પંજાબના પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગ રાડપુરાના શંભૂ બૈરિયરથી યાત્રાને રિસીવ કરશે. આ દરમિયાન અનેક નેતા પણ ત્યાં હાજર રહેશે.
- Advertisement -
કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે હરિયાણાના અંબાલાથી નીકળીને સાંજ સુધીમાં પંજાબ પહોંચશે. આવતી કાલે સવારે 6:00 વાગ્યે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે ગુરુદ્વારા ફતેહગઢ સાહિબ જશે. ત્યારબાદ લગભગ 6:30 વાગ્યે ફ્લેગ હેન્ડઓવર સેરેમની (Flag Handover Ceremony) થશે અને લગભગ 7:00 વાગ્યે આ યાત્રા સરહિંદની દાના મંડીથી શરૂ થશે.
પંજાબ પોલીસ એલર્ટ મોડ પર
પંજાબ પોલીસ ભારત જોડો યાત્રાને લઈને એલર્ટ મોડ પર છે. આ યાત્રા 8 દિવસમાં સમગ્ર રાજ્યમાંથી સરળતાથી પસાર થાય તે માટે પોલીસ વિશેષ બંદોબસ્ત કરવામાં વ્યસ્ત છે. પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) સુખચૈન ગિલે કહ્યું કે, એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે જે સમગ્ર યાત્રા દરમિયાન ફરજ પર રહેશે. આ સાથે જ આ યાત્રા માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રા દરમિયાન પંજાબ પોલીસના 150 જવાન તેમની આસપાસ રહેશે.
- Advertisement -
આ ઉપરાંત પંજાબ કોંગ્રેસે અલગ-અલગ નેતાઓને યાત્રાને લઈને જવાબદારી સોંપી છે.