ટ્રાફિક નિયંત્રણ કરવા શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ તથા વાહન અકસ્માતો નિવારવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં ભારે વાહનો માટે સવારનાં 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે. રેસકોર્સ રિંગ રોડ ઉપર બહુમાળી ભવન ચોકથી હેડ ક્વાર્ટર સર્કલ, ન્યુ એન.સી.સી. ચોકથી કિશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન સુધીનાં માર્ગ ઉપર ભારે તથા નાના માલવાહક વાહનો માટે સવારના 5 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે. જ્યારે નાના માલવાહક વાહનો માટે શહેરના અન્ય વિસ્તારમાં પ્રવેશબંધી સવારના 9થી બપોરના 1 વાગ્યા સુધી તથા સાંજે 5થી રાત્રિના 9 વાગ્યા સુધી રહેશે.
- Advertisement -
આ ઉપરાંત માધાપર ચોક ખાતે જામનગર રોડથી 150 ફૂટ રિંગ રોડથી પુનિતનગર પાણીના ટાંકા સુધીનો રસ્તો ભારે તેમજ નાના માલવાહક વાહનો માટે સવારના 8થી બપારે 2 વાગ્યા સુધી તથા સાંજના 5થી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રવેશબંધી રહેશે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કઙૠ, ઈગૠ અને પાણીનું વિતરણ કરતા વાહનો માટે બપોરે 11.30થી બપોરના 3.30 વાગ્યા સુધી પ્રવેશબંધીમાંથી મુક્તિ રહેશે. તેમજ શાકભાજી, ફ્રૂટ, દૂધની હેરાફેરી કરતાં તમામ વાહનો ઉપર 24 કલાક કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
ઢેબર રોડ સાઉથ અટીકા ઈન્ડસ્ટ્રીઝ એરીયામાંથી અટીકા ફાટક સુધી ભારે અને નાના માલવાહક વાહનો માટે સવારના 6થી સવારના 9 વાગ્યા સુધી અને બપોરે 1થી 4 વાગ્યા સુધી પ્રતિબંધમાંથી મુક્તિ રહેશે. મવડી રેલવે ફાટકથી આનંદ બંગલા ચોક થઈ વિનોદ બેકરીવાળા ચોક સુધી તથા ઉત્તર તરફના ભાગે આવેલ મણીનગર ઉમાકાંત પંડિત ઔદ્યોગિક વસાહત શેરી નં. 6 સુધીના ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ભારે અને નાના માલવાહક વાહનો માટે સવારના 9થી બપોરના 1 વાગ્યા સુધી તથા બપોરના 4થી રાત્રિના 9 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. ગોંડલ રોડ બાયપાસ સર્કલથી ગોંડલ રોડ જૂના જકાતનાકા સુધીમાં ગેરેજ વિસ્તાર હોવાના કારણે 24 કલાક માટે પ્રવેશબંધીમાંથી મુક્તિ રહેશે.