ખાસ-ખબર સંવાદદાતા
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વર્ષ 2022-23 બી.એડ./એમ.એડ. પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનું કેન્દ્ર સૌરાષ્ટ્ર એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત મહિલા કોલેજ તેમજ સાયન્સ કોલેજને ફાળવવામાં આવ્યું હતું. જેમા 700 જેટલા વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આ પરીક્ષા દરમિયાન યુનિવર્સિટીના કુલપતી ડો.ચેતનભાઇ ત્રિવેદી, રજીસ્ટ્રાર મંયકભાઇ સોની તેમજ બી.એડ. પ્રવેશ સમિતિના ચેરમેન ડો.જયભાઇ ત્રિવેદીએ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ પરીક્ષામાં પ્રિન્સીપાલ ડો. દેવશીભાઇ ઝાલા તથા કોલેજ સ્ટાફ દ્વારા વરસાદી વાતાવરણમાં પરીક્ષાર્થીઓને કોઇ મુશ્કેલીન પડે તે અંગે વ્યવસ્થા કરવામાં આવી હતી.



