ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વોર્નરનું માનવું છે કે માત્ર ઉસ્માન ખ્વાજા જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાનાં ટોપ ઓર્ડરના તમામ બેટ્સમેનો એડિલેડમાં ભારત સામે જીત નોંધાવીને સિરીઝની બરાબરી કરવા છતાં દબાણ અનુભવી રહ્યાં છે.
વોર્નરે ફોક્સ ક્રિકેટને કહ્યું કે “ટ્રેવિસ આવ્યો અને વળતો પ્રહાર કર્યો હતો.” તેમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે ટ્રેવિસ આ કરવા માટે સક્ષમ છે, પરંતુ અન્ય બેટ્સમેનોએ પણ તેને અનુસરવું જોઈએ. તેમણે કહ્યું કે ખાસ કરીને તે માત્ર એક ખેલાડીની વાત નથી, તમામ ટોચનાં છ બેટ્સમેનોએ મોટો સ્કોર બનાવવો જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેઓ તેમનાં બોલરોને પણ પૂરતો આરામ આપી રહ્યાં છે.