By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    5 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    5 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    5 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    5 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    5 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    6 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    6 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    5 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    6 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    7 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકસભાની ચૂંટણીનાં પાંચમા તબકકામાં 49 બેઠકો પર ઉત્સાહપૂર્ણ મતદાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > લોકસભાની ચૂંટણીનાં પાંચમા તબકકામાં 49 બેઠકો પર ઉત્સાહપૂર્ણ મતદાન
ખાસ-ખબરરાષ્ટ્રીય

લોકસભાની ચૂંટણીનાં પાંચમા તબકકામાં 49 બેઠકો પર ઉત્સાહપૂર્ણ મતદાન

Khaskhabar Editor
Last updated: 2024/05/20 at 3:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

લોકસભા 2024ની ચૂંટણીના પાંચમાં તબક્કા હેઠળ આજે 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સંસદીય બેઠકો માટે મતદાન શરૂ થયું છે. ઓડિશા વિધાનસભાના બીજા તબક્કા માટે પણ આજે મતદાન થઈ રહ્યું છે. આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

સચિન તેંડુલકરે મુંબઈમાં કર્યું મતદાન 

- Advertisement -

પૂર્વ ક્રિકેટર અને ચૂંટણીના નેશનલ આઈકોન સચિન તેંડુલકર અને તેમના પુત્ર અર્જુન તેંડુલકરે મુંબઈમાં મતદાન કર્યું હતું.

રાહુલ ગાંધી બુથનું નિરીક્ષણ કરવા રાયબરેલી પહોંચ્યા

- Advertisement -

રાહુલ ગાંધી રાયબરેલીમાં મતદાન મથકનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ મતદારો સાથે વાતચીત પણ કરી હતી. કોંગ્રેસે સોશિય મીડિયા પોસ્ટ કરીને કહ્યું કે, ‘રાયબરેલીમાં સન્માનિત મતદારોની વચ્ચે પહોંચ્યા જનનાયક. આ લડાઈ લોકશાહી અને બંધારણને બચાવવાની છે. અમે સાથે મળીને લડીશું અને જીતીશું.’ અગાઉ રાહુલ ગાંધીએ રાયબરેલી પહોંચીને સૌથી પહેલા પીપલેશ્વર હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી.

પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ ઘર્ષણની ઘટના

પશ્ચિમ બંગાળમાં પણ ઘણી જગ્યાએ ઘર્ષણની ઘટનાના અહેવાલ આવી રહ્યા છે. સાત બેઠકો પર ચાલી રહેલા મતદાન દરમિયાન, હુગલીના આરામબાગમાં ટીએમસીના એક નેતા પર ભાજપના કાર્યકરો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનકુલમાં પણ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાવડા જિલ્લાના ઉલુબેરિયા અને સાલ્કિયામાં ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

લોકો દેશને બચાવવા વોટ આપશેઃ ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ મત આપ્યા બાદ કહ્યું કે ‘આ વખતે લોકો જુમલેબાજીના વિરુદ્ધમાં છે. લોકો દેશને બચાવવા વોટ આપશે. મને આશા છે કે મતદાનની ટકાવારી વધશે. લોકો મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે.’

11 વાગ્યા સુધીમાં સરેરાશ 23.66 ટકા મતદાન

ચૂંટણી પંચના આંકડા મુજબ સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 23.66 ટકા મતદાન થયું છે. રાજ્યોમાં કેટલા ટકા મતદાન થયું તેના આંકડા પણ સામે આવ્યા છે.

રાજ્ય

11 વાગ્યા સુધીમાં મતદાન

બિહાર

21.11%

જમ્મુ અને કાશ્મીર

21.37%

ઝારખંડ

26.18%

લદ્દાખ

27.87%

મહારાષ્ટ્ર

15.93%

ઓડિશા

21.07%

ઉત્તર પ્રદેશ

27.76%

પશ્ચિમ બંગાળ

32.70%

બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 36.73 ટકા મતદાન

દેશના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 36.73 ટકા મતદાન થયું હતું. રાજ્યોમાં કેટલા ટકા મતદાન થયું તેના આંકડા પણ સામે આવ્યા છે.

રાજ્ય

1 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન

બિહાર

34.62%

જમ્મુ અને કાશ્મીર

34.79%

ઝારખંડ

41.89%

લદ્દાખ

52.02%

મહારાષ્ટ્ર

27.78%

ઓડિશા

35.31%

ઉત્તર પ્રદેશ

39.55%

પશ્ચિમ બંગાળ

48.41%

સીઆરપીએફના જવાનનું મોત

આજે 5માં તબક્કાના મતદાન દરમિયાન ઉત્તર પ્રદેશના મહોબામાં ફરજ પરના એક સીઆરપીએફ જવાનનું મોત થયું છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળના બેરકપુરથી ભાજપના ઉમેદવાર અર્જુન સિંહ અને તૃણમૂલના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત બસપા સુપ્રીમો માયાવતી, સતીશ ચંદ્ર મિશ્રાએ લખનઉમાં મતદાન કર્યું છે. રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહેલા દિનેશ પ્રતાપ સિંહે રાયબરેલીમાં મતદાન કર્યું હતું. નોંધનીય છે કે 543 લોકસભા બેઠકોના ​​ચોથા તબક્કા સુધી 380 બેઠકો પર મતદાન થઈ ચૂંક્યું છે. આજની બેઠકો સહિત કુલ 429 બેઠકો પર મતદાન પૂર્ણ થશે. બાકીના બે તબક્કામાં 114 બેઠકો પર મતદાન થશે.

આ ફિલ્મ સ્ટાર્સે કર્યું મતદાન

આજે પાંચમા તબક્કામાં મુંબઈમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે ફિલ્મી સ્ટાર્સે પણ મતદાનની ફરજ નિભાવી હતી. અભિનેત્રી જાહનવી કપૂર મુંબઈના મતદાન મથક પર આવી હતી. આ દરમિયાન, તેમણે દરેકને મત આપવાની અપીલ કરી હતી.  આ સિવાય અભિનેતા ફરહાન અખ્તર અને તેની બહેન ઝોયા અખ્તર મુંબઈના મતદાન મથક પર પહોંચીને મત આપ્યો હતો. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ આજે સવારે મતા આપ્યો હતો. આ પછી તેમણે કહ્યું કે ‘હું ભારતનો વિકાસ કરવા માંગું છું. મેં આ વિચારસરણી સાથે મત આપ્યો છે.

આ દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે: RBI ગવર્નર

રિઝર્વ બેંક ઇન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઇમાં પોતાનો મત આપ્યો હતો. વોટિંગ કર્યા પછી, શક્તિકાંત દાસે કહ્યું કે ‘આ દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. દેશના 140 કરોડ લોકોએ આ દેશની ચૂંટણીમાં ભાગ લેવો એ ગૌરવની વાત છે. હું આ માટે ચૂંટણી પંચ અને તમામ અધિકારીઓને અભિનંદન આપવા માંગું છું. હું શક્ય તેટલી વહેલી તકે મત આપવા માટે સૌથી વધુ વિનંતી કરું છું.’

આ દિગ્ગજોએ કર્યું મતદાન

પાંચમા તબક્કા માટે મતદાન શરૂ થયું છે. ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ મુંબઇમાં મત આપ્યો છે. આ  ઉપરાંત અક્ષય કુમાર-ફરહાન અખ્તર મતદાન મથક પર મતદાન પર પહોંચ્યા છે. ફરહાન અખ્તરે કહ્યું કે ‘મારો મત સુશાસન માટે છે. એક સરકાર જે લોકો માટે કામ કરે છે. આગળ આવો અને મત આપો.’ તો બીજી તરફ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ પણ મત આપ્યો છે.

પીએમ મોદીએ કરી અપીલ

પાંચમા તબક્કા માટે મતદાન શરૂ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને મતદાન માટે અપીલ કરી છે. તેમણે કહ્યું, ‘લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં, આજે 8 રાજ્યો અને સંઘના પ્રદેશોમાં 49 બેઠકો માટે મતદાન કરવામાં આવશે. હું આ તબક્કાના તમામ મતદારોને તેમના મત આપવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. મહિલાઓ અને યુવા મતદારોને લોકશાહીના આ તહેવારમાં ભાગ લેવાની મારી વિશેષ અપીલ છે.’

પાંચમાં તબક્કામાં કુલ 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

આજે પાંચમાં તબક્કામાં 8 કરોડથી 95 લાખથી પણ વધુ મતદારો 94732 મતદાન મથકો પર મત આપશે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કેટલાક મતદાન કેન્દ્રોમાં મતદાન સમાપ્ત થવાના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. લોકસભાના પાંચમાં તબક્કાની 49 લોકસભા બેઠકો માટે કુલ 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઓડિશાની 35 બેઠકો માટે 265 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.  ઉલ્લેખનીય છે કે ઓડિશા વિધાનસભાની કુલ 147 બેઠકો છે. જેમાંથી 13 મેના રોજ પ્રથમ તબક્કા હેઠળ 28 બેઠકો પર મતદાન થયું હતું.

આ રાજ્યોમાં આજે મતદાન થશે

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતદાન અને સુરક્ષા કર્મચારીઓને મતદાન કેન્દ્રો સુધી પહોંચાડવા માટે 17 વિશેષ ટ્રેનો, 508 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંચમાં તબક્કામાં જે આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસદીય બેઠકો માટે મતદાન થશે તેમાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5-5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક સામેલ છે.

You Might Also Like

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

બૉમ્બની ધમકીથી દોડાદોડી

સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો

સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક

TAGGED: fifth phase of voting, Lok Sabha Elections
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે અનેક દિગ્ગજનોનું ભાવિ ઈવીએમમાં કેદ: પાંચમા તબક્કામાં ખરા ખરીનો મુકાબલો
Next Article માતા વૈષ્ણોદેવીનાં દર્શન કરવા વધારે સરળ બન્યા: જમ્મુથી હેલીકોપ્ટરની સેવા શરૂ કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાષ્ટ્રીય

ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાષ્ટ્રીય

બૉમ્બની ધમકીથી દોડાદોડી

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?