ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
છેલ્લા છ વર્ષથી અવિરતપણે એકસકલુઝીવલી જૈનો માટે યોજાતા જૈનમ નવરાત્રિ મહોત્સવનાં સાતમાં વર્ષનાં આયોજન એવા જૈનમ નવરાત્રિ મહોત્સવ 2024 અંતર્ગત સમસ્ત જૈન સમાજનાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ વર્તાય રહ્યો છે. સતત એક સ્થળ ઉપર યોજાવા જઈ રહેલા આ નવરાત્રિ મહોત્સવમાં આ વર્ષે પણ સુપ્રસિદ્ધ ગીતકારો, સાજીંદાઓ સાથે એક લાખ વોટની સાઉન્ડ સિસ્ટમનાં સથવારે ધૂમ મચાવવાના છે ત્યારે ખેલૈયાઓમાં જૈનમ કામદાર નવરાત્રિ મહોત્સવનાં સીઝન પાસ મેળવવા અત્યારથી જ માહોલ બની રહ્યો છે.
જૈનમને દર વર્ષે રાજકોટની સાથી સંસ્થાઓ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, પ્રાઈમ, જૈન યુવા જુનિયર, જૈન જાગૃતિ સેન્ટર, જૈન યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ, મીડટાઉન સંગીની, ડાઉનટાઉન સંગીની, એલીટ સંગીની તથા પ્રાઈમ સંગીનીનો આ વર્ષે પણ સહયોગ મળી રહ્યો છે, જે અંતર્ગત ગ્રુપ દ્વારા પોતાના મેમ્બરો માટે જૈનમ નવરાત્રિનાં સીઝન પાસ માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
- Advertisement -
આ ઉપરાંત રાજકોટ જ નહીં પણ હવે રાજ્યનાં સીમાડાઓ ઓળંગીને વિસ્તરી રહેલા જે.બી.ઓ. દ્વારા પણ આ વર્ષે જૈનમ નવરાત્રિનાં સીઝન પાસ માટે સમસ્ત જૈન સમાજની અનુકુળતા હેતુ વિવિધ નવ સ્થળો ઉપર ફોર્મ ભરીને પરત કરી શકાય તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. માંડવી ચોક દેરાસર ખાતે દર ગુરુવારે યોજાતી જે.બી.ઓ. ગ્રુપની મીટીંગમાં જેબીઓના હર્ષિલભાઈ શાહ દ્વારા વિશેષ સહકારનાં ભાગરૂપે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જૈનમ પરિવાર વતી પારસભાઈ શેઠે જૈનમ કામદાર નવરાત્રિ મહોત્સવ 2024 અંગે ઉપસ્થિત જૈનોને નવરાત્રિ મહોત્સવ અંગેની માહિતી પૂરી પાડી હતી. જે.બી.ઓ. ગ્રુપ દ્વારા દર વર્ષે જૈનમની વર્ષ દરમ્યાન થતા તમામ કાર્યક્રમોમાં વિશેષ સહકાર આપવામાં આવે છે. જે.બી.ઓ.નાં હર્ષિલભાઈ શાહ દ્વારા આ મહોત્સવની માહિતી તેમના હજારોની સંખ્યામાં મેમ્બરો ધરાવતા ગ્રુપમાં પ્રસિદ્ધ કરીને જૈનમનાં આયોજનને લોકો સુધી પહોંચાડવામાં ખૂબ જ મહત્વનો સહયોગ આપવામાં અગ્રેસર છે.
જૈન સાથી સંસ્થાઓ-જેબીઓ-જૈનમ દ્વારા અનેક સ્થળોએ ફોર્મની વ્યવસ્થા
- Advertisement -
દર વખતની જેમ જૈનમ દ્વારા પણ અનેક સ્થળો જેવા કે જૈનમ મધ્યસ્થ કાર્યાલય – કેમ્પેઈન કોર્પોરેટ હાઉસ, 27/38 ન્યુ જાગનાથ પ્લોટ, જસ્મીન ડ્રાઈવીંગ સ્કુલ પાછળ, રાજકોટ, શ્રી અંબા આશ્રિત સારીઝ- દિવાનપરા મેઈન રોડ, રાજકોટ. જૈન બાઈટ સ્ટીલ ટ્રેડર્સ- ધારેશ્ર્વર મંદિર સામે, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ. તપસ્વી સ્કૂલ- 2-જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ, રાજકોટ. શિતલ જ્વેલર્સ 9-સીટી શોપ્સ, પી.પી. ફુલવાળા પાસે, પોલીસ ચોકી સામે, યાજ્ઞિક રોડ, રાજકોટ. હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ- મહાવીર ચેમ્બર, એ ડીવીઝન સામે, ઢેબર ચોક, રાજકોટ. ઉર્મિ એમ્પોરીયમ- 22-સદ્ગુરુ કોમ્પલેક્ષ, ન્યુ એરા સ્કૂલ સામે, રૈયા રોડ, રાજકોટ. ડ્રીમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ- (મોડર્ન ગ્રુપ) 105-વર્ધમાન કોર્મિશયલ, રંગોલી આઇસ્કીમની ઉપર સાધુ વાસવાણી રોડ, કૌશલ્યમ માર્કેટીંગ (એમેઝોન હોલસેલ પ્રાઈસ રીટેઈલ પોઈન્ટ), 25-ન્યુ જાગનાથ પ્લોટ, યુનિક હોસ્પિટલ સામે, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ ખાતે ફોર્મ મેળવી, વિગતો સાથે પરત આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જૈનમ પરિવારનાં જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી અને જયેશભાઈ વસાએ સમસ્ત જૈન સમાજનાં લોકોને જૈનમ કામદાર નવરાત્રિ મહોત્સવ 2024નાં સીઝન મેળવવા માટે સમયસર ઉપરોકત જણાવેલ સ્થળો પૈકી પોતાની નજીકની જગ્યાએથી ફોર્મ મેળવી અને પરત કરી તેમને સમયસર પાસ મળી જાય તે માટે વહેલી તકે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.