આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જ જોઈતી અને ગમતી ભાષાનો ઉપયોગ કરે છે!
આજકાલ ભાષાવાદનો મુદ્દો રાજ્યની સરહદો વટાવી રાષ્ટ્રના સમુંદરો પાર કરી ગયો છે. માતૃભાષા અને રાષ્ટ્રભાષા મામલે વર્ષોથી વિવાદ ચાલી રહ્યા છે. આપણે ત્યાં સ્થાનિક ભાષામાં જ સાઈન બોર્ડનો સ્થાનિક લોકો દ્વારા આગ્રહ રાખવામાં આવે છે. વિવેચકો જોડણીભૂલ કાઢવામાંથી નવરા નથી થતા અને બધા પોતપોતાની બોલીનું ગર્વ લેતા ફરે છે. પોતાના પ્રદેશમાં પોતાની જ ભાષા લખવા-બોલવા ફરજ પડાઈ છે પણ શું તમે જાણો છો કે 2025ની સાલમાં કદાચ એકમાત્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ યાની કે કૃત્રિમ બુદ્ધિ / કૃત્રિમ રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતા જ માણસને જોઈતી અને ગમતી ભાષાનો ઉપયોગ કરે છે! કુદરતી મગજ શુદ્ધ ભાષાનો ઉપયોગ કરી શકતું નથી? બોલચાલમાં લેવાતા અન્ય ભાષાના શબ્દનો અર્થ પોતાની ભાષાના શબ્દોમાં શું થાય છે એ ખ્યાલ નથી અથવા ખ્યાલ છે પરંતુ સરળતાથી બોલી-લખી શકતા નથી! મતલબ કે, આ લખનાર અને વાંચનાર સહિત તમામેતમામ લોકોની ભાષામાં મોટાભાગે અંગ્રેજી ભાષાના શબ્દો રાજ કરવા લાગ્યા છે.
- Advertisement -
દુનિયાની તમામ જૂનીનવી ભાષામાં અંગ્રેજી શબ્દો ઘૂસપૈઠીયા બની બેઠા છે. અહીં એવા 200 શબ્દો આપેલા છે જે શબ્દો વિના આજના માનવીની ભાષા શક્ય જ નથી, એટલે કે તમે રોજબરોજ કંઈપણ લખશો-બોલશો કે પછી વિચારશો તો અહીં આપેલા ઈંગ્લિશ વર્ડ લખવા-બોલવામાં અચૂક આવશે જ એની ગેરેન્ટી! સોશિયલ મીડિયામાંથી મેઈનસ્ટ્રીમ મીડિયા અને મેઈનસ્ટ્રીમ મીડિયામાંથી માનવજાતમાં ફેલાઈ ચૂકેલા શબ્દો આ મુજબ છે: એઆઈ, એમબી, એરર, એડ્રેસ, ઍક્સેસ, ઍક્સેપ્ટ, એડિટિંગ, એકાઉન્ટ, એક્ટિવીટી, એપ્લિકેશન, એચડીએમઆઈ, અલ્ગોરિધમ, અલ્ટ્રા, અપડેટ, અપગ્રેડ, અપલોડ, આઈડી, આઈકોન, ઓટો, ઓનલાઈન, ઓવરવ્યૂ, અટેચમેન્ટ બ્લોક, બ્લર, બ્લુ ટિક, બ્લુટૂથ, બેટરી, બ્લોગર, બ્રોડકાસ્ટ, બ્રાઉઝર, બેગ્રાઉન્ડ ચાર્જર, ચેટિંગ, ચેનલ, ચેટ જીટીપી ડેટા, ડિલીટ, ડાઉન, ડિસ્પ્લે, ડાર્ક મોડ, ડિઝાઈન, ડીપફેક, ડાઉનલોડ, ડિજિટલ અરેસ્ટ ઈમેજ, ઈમોજી, ઈવેન્ટ, ઈન્સ્ટોલ, ઇન્ફ્લુએન્સર ફ્રી, ફીડ, ફોલોવ, ફીચર્સ, ફિલ્ટર, ફોલ્ડર, ફોલોવર્સ, ફેક્ટ ચેક, ફેક ન્યૂઝ, ફ્રેન્ડ ગ્રુપ, ગેમિંગ, જીબી, જેમિની, જીબલી, જીપીએસ, જનરેશન હેક, હેંગ, હિસ્ટ્રી, હેશટેગ, હેન્ડ્સ ફ્રી, હોટસ્પોટ, હાઈલાઈટ્સ ક્લિન, કન્ટિન્યુ, કનેક્શન, ક્યૂઆર, ક્લોઝ, કોલ, કોડ, કોપી, કૂકીઝ, ક્લાઉડ, કોમેન્ટ, કોન્ટેક્ટ, કેવાયસી, કોમ્યુનિટી, કેટેગરી લોક, લિંક, લોન્ચ, લાઈવ, લાઈક, લિમિટ, લોકેશન મોડ, મેમ્સ, મોર, મેનુ, મેક, મેઈલ, મીડિયા, મેમરી, મેસેજ, મ્યુઝિક, મેન્શન નેટ, નોટ, નેટવર્ક, નોટિફિકેશન પ્રો, પુશ, પેડ, પોસ્ટ, પીન, પ્લાન, પેઈડ, પાસવર્ડ, પ્રોસેસર, પર્સનલ, પોડકાસ્ટ, પ્લેટફોર્મ, પ્રાઈવર્સી, પ્રોફાઈલ, પાવર બેંક રિલ્સ, રિવ્યૂ, રેકોર્ડ, રિએક્ટ, રીફ્રેશ, રોસ્ટિંગ, રિક્વેસ્ટ, રેકોર્ડિંગ, રિસાયકલબીન સર્ચ, સર્વર, સપોર્ટ, સેવ, સ્કેન, સ્ટેટસ, શેડ્યુલ, સ્ટોરેજ, સ્માઈલી, સ્પીડ, સ્ક્રીન, સ્ક્રોલ, સ્ટોરી, સોશિયલ, શેર, સ્પેસ, સેલ્ફી, શોર્ટસ, સિસ્ટમ, સ્ટીકર્સ, સેટિંગ, સ્નૂઝ, સી પીન, સાઈટ્સ, સબસ્ક્રાઈબ, સબ્સક્રિપ્શન, સાયબર ક્રાઈમ, સાયબર અટેક ટેગ, ટેબ, ટચ, ટૂલ, ટ્રેન્ડ, ટ્રોલ, ટ્યૂન, ટાવર, ટ્રોલર્સ, ટ્રેન્ડિંગ, ટાઈપિંગ, ટ્રાન્સલેટ, ટાઈમલાઈન યુએસબી, યૂઝર્સ વ્યૂ, વોઈસ, વર્ઝન, વાયરલ, વાઈફાઈ, વાયરસ, વેલિડિટી, વિઝ્યુઅલ, વાયરલેસ, વેબસિરીઝ ઝૂમ, ઝૂમર્સ