અંગ્રેજી દવાઓ ન તો કેવળ માણસના શરીર અને મસ્તિષ્કને પારાવાર નુકશાન પહોચાડે છે બલ્કે તે પર્યાવરણ, અર્થતંત્ર, સમાજ જીવન, રાજકીય નૈતિકતા, પારિવારિક જીવન, શૈક્ષણિક ઢાંચા અને સાંસ્કૃતિક મૂલ્યોને ખતમ કરી સ્ત્રી પુરુષની જાતીય તાકાતને ક્ષીણ કરી રહી છે
એલોપથી દવાઓનો વાત થાય ત્યારે આપણા મગજમાં કેવળ તેની આડઅસરો અંગેની વાત હોય છે. અને તે આડઅસરો બાબતે પણ 90%+ લોકોને સાચી માહિતી હોતી નથી. આપણાં દેશમાં દરેક ખાદ્ય પદાર્થ અને દવાઓને સામાન્યથી લઈને ઉચ્ચ શિક્ષિત સુધીના લોકોએ બે શ્રેણીમાં વહેચી છે, 1..આ ગરમ પડે અને 2.. આ ઠંડી પડે! બહુ આઘાતજનક રીતે સામાન્ય કે ઉચ્ચ શિક્ષિત લોકો ખાદ્ય પદાર્થ કે ઔષધોના આ સિવાયના બીજા અસંખ્ય ગુણ અવગુણ વીશે અતી અલ્પ જાણકારી ધરાવતા હોય છે. પણ આધુનિક કે આયુર્વેદ સહિતના ઔષધો શરીર અને મન પર અનેક પ્રકારની આડઅસર અને વિપરીત અસરો પહોંચાડી શકે છે.
સહુ પ્રથમ એક તો એ વાત સહુએ જાણવા સમજવાની છે કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન જેની સારવાર કરી શકતું નથી તેવા રોગોની અધિકૃત સંક્ષિપ્ત સૂચિ 114 પાનાની છે! તો હવે બીજી જે વાત સહુ કોઈએ વિચારવાની છે તે એ છે કે, તો પછી દુનિયાભરમાં નાના એવા દવાખાનેથી લઈને વિરાટકાય હોસ્પિટલોમાં વિવિધ રોગોની સારવારના નામે જે ચાલે છે તે શું છે? જગત આખામાં ફેલાયેલી હજજારો લાખો ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવાઓના નામે જે બનાવે છે ભી અને અને વિશ્વના કરોડો લોકો દવાઓના નામે જે લે છે તે શું છે! આ સવાલ જેટલા પેચીદા છે તેનાથી અનેક ગણા ભયાનક તેના જવાબો છે.
આધુનિક ચિકિત્સા વિજ્ઞાન એટલે કે એલોપથી અતી અતી જૂજ રોગોની સફળ સારવાર કરી શકતું હોવા છતાં બહુમતી વર્ગ તેની સારવાર શા માટે લે છે? તમે કહેશો કે ઝડપી હોવાના કારણે. આ જવાબ ભખોટો છે. લોકો પણ હવે સમજી ગયા છે કે તે ન તો ઝડપી છે ન તો તેમાં રોગના મૂળ કારણને દૂર કરવાની ક્ષમતા છે.
વાસ્તવમાં એલોપથી ચાલે છે તેની એન્ટીબાયોટિક દવાઓ, પેઇન કિલર અને ફક્ત લક્ષણ મુજબની સારવારના કારણે. કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ પ્રકારનું દુ:ખ અમુક સમય માટે અસરકારક રીતે દાબી દો એટલે એ વ્યક્તિને તો જાણે ભગવાન મળ્યા. બે પાંચ દસ વીસ રૂપિયાની ટેબ્લેટથી થોડો સમય દુ:ખને દાબી દઈ શકાય એટલે ભયો ભયો! લોકો દર્દ શામક દવાઓની અત્યંત વ્યાપક અને છેક કોષીય સ્તર સુધી પહોંચતી આડઅસરો વીશે જાણતા નથી હોતા. શરીર આમ ખોખલું થતું જાય છે અને માણસ ધીમે ધીમે માણસ તરીકેનું પોત ગુમાવતો જાય છે.
જોકે આ તો એલોપથી દવાઓની માણસના શરીર પર પડતી અનેકાનેક અસરો વીશે અતી અતી સંક્ષિપ્ત વાત થઇ પરંતુ સાચી વાત તો એ છે કે આ દવાઓ, આ કહેવાતી સારવાર સમાજજીવન અર્થતંત્ર પર્યાવરણ રાજકારણ , સાંસ્કૃતિક ગતિવિધિ, પારિવારિક જીવન, શિક્ષણ ક્ષેત્ર સહિતના જીવનના અનેકાનેક ક્ષેત્રે ઉપર અત્યંત ગહન અને ચિરંજીવી ખરાબ અસરો પહોંચાડી રહી છે. માણસનું સરેરાશ આયુષ્ય વધ્યું છે પણ માણસ ભીતરથી ખોખલો થઈ રહ્યો છે. સ્થિતિ એ છે કે સિઝીરિયન વીના કોઈ આવતું નથી અને વેન્ટિલેટર વીના કોઈ જતું નથી. અન્ય વિજ્ઞાન અને સ્વાસ્થ્ય વિજ્ઞાન વચ્ચેના મૂળભૂત તફાવત અંગે બહુ ઓછા લોકો કાઈંક નક્કર વિચારી શક્યા છે.
- Advertisement -
આપણું સર્વસ્વ છીનવી લઈ ને આધુનિક ચિકિત્સા વિજ્ઞાને સ્વાસ્થ્યના નામે આપણને અનેક ભ્રમ ગેરસમજ અને અનંત પીડાઓ સિવાય બીજું કાંઈ જ આપ્યું નથી
જેમ કે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં લક્ષ્ય વધુ ઝડપી વધુ કાર્યક્ષમ વાહનો વિકસાવવાનું હોય શકે, નવી પ્રકારના ઇંધનો વિકસાવવા પર સંશોધનો થઈ શકે પણ માનવીના સ્વાસ્થ્યને લગતા સંશોધનો અને પ્રવૃત્તિઓમાં મૂળભૂત લક્ષ્ય શું છે? અગર કોઈ કહે કે ઔષધ વિજ્ઞાનનું મૂળભૂત લક્ષ્ય સ્વાસ્થ્યની પ્રાપ્તિ છે તો સવાલ એ પણ ઉભો થાય છે કે તો પછી સ્વાસ્થ્યની વ્યાખ્યા શું? આ કોઈ વિચાર વિલાસ નથી બલ્કે સત્ય એ છે કે આ વ્યાખ્યા જ સ્વાસ્થ્ય પ્રાપ્તિની પ્રવૃત્તિઓમાં માર્ગદર્શક બનતી હોય છે. સ્વાસ્થ્ય વિજ્ઞાન હજુ એ સ્થિતિમાં નથી કે તે રીંગણા બટેટા ટામેટાની જેમ માણસની નવી બ્રીડ વિઅસાવી શકે અને આમ પણ આવી ચેષ્ઠા અનેક રીતે ઘાતક પણ નીવડે. વાસ્તવમાં આ જ મુદ્દો પ્રકૃતિની સમજ અને પ્રકૃતિની ફ્રેમમાં માનવ સ્વાસ્થ્ય પ્રાપ્તિ અને માનવીય ચેતનાના વિકાસ માટેની દૃષ્ટિ ખોલે છે. આમ આધુનિક સ્વસ્થ્ય વિજ્ઞાનની વિકૃત સોચે માનવજાતને મૂળભૂત વિકાસ અને પરિવર્તનની અનેક સંભાવનાથી વંચિત રાખી છે. વાસ્તવમાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાન માનવજાત, માનવજીવન અને પૃથ્વી પરના અન્ય સજીવોના જીવનને કોરી ખાય છે. પર્યાવરણની જ વાત સમજો જરા!
આધુનિક દવાઓ મોટાભાગે રસાયણોમાંથી બને છે. આ તકે ખાદ્ય વસ્તુના ઔષધ તરીકે ઉપયોગને બદલે રાસાયણિક ઇન્ટેક કંઈ રીતે અયોગ્ય છે જોખમી છે તેની ચર્ચામાં નથી ઉતરવું પણ હું વાત રાસાયણિક દવાઓના જંગી ઉત્પાદનના કારણે થતા રાસાયણિક પ્રદૂષણ પર ધ્યાન દોરવા માંગુ છું. દુનિયાભરની લાખ્ખો નાની મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં રાત દિવસ લાખ્ખો ટન અંગ્રેજી દવાઓ બને છે. આ દવાઓના ઉત્પાદન માટે કાચી સામગ્રી રૂપ રસાયણના ઉત્પાદન અને આ કાચા રસાયણોને દવાઓમાં તબદીલ કરવાની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન લાખ્ખો કામદારો આ રસાયણોના પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. ભારત જેવા દેશો અને બીજા વિકાસશીલ તેમજ ગરિબ દેશોમાં આ ઉત્પાદન સાથે સંકળાયેલા સામાન્ય કામદારોના સ્વાસ્થ્ય પર થતી ભયાનક અસરો અંગે કોઈ તકેદારીના પગલાં લેવામાં આવતા નથી. આવા લાખો કરોડો કામદારના શરીરમાં ચામડીના છિદ્રો વાટે અને શ્વાસ દ્વારા આ ઝેરી રસાયણો તેમની અંદર ઉતરતા રહે છે. તેમની નોકરી દરમિયાન કે નિવૃત્તિ પછી તેમના સ્વાસ્થ્યમાં બગાડ માટે કંપનીઓના માલિકો કોઈ જવાબદારી લેતા હોતા નથી અને આવા લાખો માણસો છેલ્લે યાતનામય જીવન જીવતા જીવતા દર્દનાક મોત મેળવે છે. આયુર્વેદ જેવું નિરુપદ્રવી ઔષધ વિજ્ઞાન અને બીજા અનેક દેશના સ્વાસ્થ્ય શાસ્ત્રો એલોપથીના તેમજ તેના પોતાના કારણે કોઈ વિકાસ સાધી શક્યા નથી તેના કારણે લોકોને એ વાતનો હવે અહેસાસ પણ નથી રહ્યો કે આવી ઝેરી દવાઓના સેવન વીના જ સાચા અર્થના સ્વાસ્થ્યની પ્રાપ્તિ સંભવ છે.
ખેર, પણ આ રાસાયણિક દવાઓના ઉત્પાદનના કારણે જ્યાં જ્યાં તેનો કચરો ફેલાય છે તે હવા પાણી અને ભૂગર્ભ તેમજ આકાશ પણ દૂષિત થાય છ. નદીઓમાં, દરિયામાં ભૂગર્ભમાં જ્યાં જ્યાં આ રસાયણ ફેલાય છે ત્યાંની સજીવ સૃષ્ટિ વિકૃત થતી જાય છે. જમીનની ગુણવત્તા બગડે છે અને જમીન પર રહેતા જીવો, ભૂગર્ભમાં રહેતા જીવો આકાશના પક્ષીઓનું જીવન દુષ્કર બને છે. ખેતી માટેની જમીન ખરાબ થાય છે અને ભૂગર્ભમાં ઊંડે સુધી પ્રદૂષણ ફેલાતા તળ પણ દૂષિત થાય છે.
એલોપથી દવાઓનો અતી અતી વ્યાપક ઉપયોગમાં કારણે લોકો પ્રત્યક્ષ રીતે અનેક માનસિક રોગનો ભોગ બને છે અથવા તો તેઓ પહેલા શારીરિક રોગનો ભોગ બન્યા પછી તેની અસર રૂપે પોતાની ભીતર મનોવિકૃતીઓ વિકસાવવા લાગે છે. પશ્ચિમી દવાઓ લેનારાઓનો વર્ગ એવડો જંગી છે કે સમાજમાં સહુ કોઈ મશતિીંબિયમ છે મયાયિતતયમ છે. દર્દશામક દવાઓ સીધી જ હતાશા પેદા કરે છે એટલે સ્થિતિ એ બની છે કે આજે બિન્ધાસ્ત એમ કહેવાય છે કે નાના બાળક સહિત લગભગ તમામને ડિપ્રેશન હોય છે.
દુનિયાભરની લાખ્ખો નાની મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં રાત દિવસ લાખ્ખો ટન અંગ્રેજી દવાઓ બને છે, આ દવાઓના ઉત્પાદન માટે કાચી સામગ્રી રૂપ રસાયણના ઉત્પાદન અને આ કાચા રસાયણોને દવાઓમાં તબદીલ કરવાની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન લાખ્ખો કામદારો આ રસાયણોના પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે
- Advertisement -
દવાઓના આ શાસ્ત્રએ આપણને જીવનની દરેક અવસ્થાને એક મુસીબતના રૂપમાં જોતાં શીખવ્યું છે, આમ સમાજમાં હર ઉમ્રનું હર કોઈ ખિન્ન છે, નોકરીમાં ધંધામાં ભણતરમાં સર્વત્ર લોકો એક બીજા સાથે બાખડે છે, પરિવારના રાત દિવસ કંકાસ હોય, આ તમામની પાછળ એલોપેથીક દવાઓની ભૂમિકા અંગે ક્યારેય વિચાર્યું છે ખરું? આ દવાઓની અસરો માણસને વ્યસન આત્મહત્યા અને ખૂન ખરાબા સુધી પહોંચાડતી હોય છે પણ ઈવન એલોપથીના કટ્ટર ટીકાકારો પાસે પણ આ બધી બાબતે કોઈ જ ચિંતન નથી
બાળક મુગ્ધાવસ્થામાં પહોંચે એટલે તેને હતાશા થાય છે! માસિકની શરૂઆતમાં હતાશા, પહેલા વીર્ય સ્ખલન પર હતાશા, યુવાવસ્થામાં હતાશા, પરીક્ષાનો અજંપો, નોકરીનું ડિપ્રેશન, બદલીથી પેદા થતું ડિપ્રેશન, એક ને એક જગ્યાએ વર્ષો સુધી રહેવાથી થતું ડિપ્રેશન, પ્રમોશન ન મળવાનું ડિપ્રેશન, પ્રમોશન પછીનો અજંપો, જાતીય જીવનની હતાશાઓ, મેનાપોઝનું ડિપ્રેશન, વૃદ્ધાવસ્થાની માનસિક પીડાઓ અને મૃત્યુનો ભય! અરે!!!! જીવનની કોઈ પણ અવસ્થા જીવનની કોઈ પણ ઘટનાનું સેલિબ્રેશન ઉત્સવ ઉત્સાહ નહી? જીવનની દરેક સ્થિતિ માનસિક ડિસ્ટર્બન્સ જ ઉભુ કરે એ કેવું! એક એવો યુગ હતો જ્યારે આપણે જીવનવન દરેક મોડનું સ્વાગત કરતા, તેની ઉજાણી કરતા. પણ દવાઓના આ શાસ્ત્રએ આપણને જીવનની દરેક અવસ્થાને એક મુસીબતના રૂપમાં જોતાં શીખવ્યું છે. આમ સમાજમાં હર ઉમ્રનું હર કોઈ ખિન્ન છે. નોકરીમાં ધંધામાં ભણતરમાં સર્વત્ર લોકો એક બીજા સાથે બાખડે છે. પરિવારના રાત દિવસ કંકાસ હોય. આ તમામની પાછળ એલોપેથીક દવાઓની ભૂમિકા અંગે ક્યારેય વિચાર્યું છે ખરું? આ દવાઓની અસરો માણસને વ્યસન આત્મહત્યા અને ખૂન ખરાબા સુધી પહોંચાડતી હોય છે પણ ઈવન એલોપથીના કટ્ટર ટીકાકારો પાસે પણ આ બધી બાબતે કોઈ જ
ચિંતન નથી.
આ અંગ્રેજી દવાઓ કુટુંબના બજેટની એસિતેસી કરી નાખે છે. સરકાર આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના વિકાસ માટે અબજો અબજો રૂપિયા ફાળવે છે તેના કારણે જીવનના અનેક ક્ષેત્રોના વિકાસના મેનેજમેન્ટ માટે સરકાર પાસે પૂરતી જોગવાઈ હોતી નથી! હું એમ પૂછું છું કે દસ વીસ ત્રીસ ચાલીસ પચ્ચાસ વર્ષો સુધી આપણે આ નીંભર આરોગ્ય વિજ્ઞાન પાછળ અબજો ખર્ચતા રહ્યા તેની આપણાં અર્થતંત્ર પર કોઈ વિપરીત અસરો પડી નથી? અને સ્વાસ્થ્ય તો જેમ હતું તેમનું તેમ છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાની કોલેજો, સંશોધન સંસ્થાઓ વિગેરે પાછળ અબજો રૂપિયા ખર્ચ્યા પછી સ્વાસ્થ્ય સ્થિતિ જેમની તેમ રહેતા આ તમામ ખર્ચાઓ બીન ઉત્પાદક પુરવાર થતા અર્થતંત્રને જે નુકશાન થતું હોય છે તે વિશિષ્ટ સંશોધનો માટે ઉમદા અવકાશ ઊભો કરે છે.
મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાના ગોરખ ધંધા બેરોકટોક ચાલુ રાખવા રાજકારણને નિશ્ચિત દિશા આપતી હોય છે અને આમ આપણાને જે પ્રકારનું શાસન મળવું જોઈએ તે મળતું નથી. હમણાં કોરોના કાળમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ રાજકારણીઓનો કઈ રીતે ઉપયોગ કરી રાજકીય પ્રવાહોને કેવી રીતે ઈચ્છિત દિશા આપી પ્રજાના માથે કેવા કેવા લોકોને મારે છે એ આપણે જોયું. રાજકીય પક્ષોનું સમર્થન પ્રાપ્ત કરી આ કંપનીઓએ વેક્સિનના ડેવલોપમેન્ટ માટે અનેક જીવાનો કરોડોની સંખ્યામાં ભોગ લીધો હતો તે આપણા સૌ કોઈ જાણીએ છીએ અને તે પછી પણ કોરોના વિરુદ્ધ એક અસરકારક વેક્સિન તો ડેવલપ કરી શકાઈ જ નથી. આ ભયંકર અનિષ્ટો આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની જ તો દેન છે. સત્ય એ છે કે આપણું સર્વસ્વ છીનવી લઈ ને આધુનિક ચિકિત્સા વિજ્ઞાને સ્વાસ્થ્યના નામે આપણને અનેક ભ્રમ ગેરસમજ અને અનંત પીડાઓ સીવાય બીજું કાંઈ જ આપ્યું નથી.
જાતીયતા, અને જાતીય પ્રવૃત્તિઓ બાબતે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના બાલિશ નિષ્કર્ષોએ આપણને એવું શીખવ્યું છે કે શરમ મૂકીને બિન્ધાસ્ત જેટલી વાર મન પડે એટલી વાર હસ્તમૈથુન કરતા જ રહો કરતા જ રહો કરતા જ રહો! આ લોકો એમ પણ નથી સ્વીકારતા કે તેનાથી શરીરની નબળાઈ તો આવે જ! હસ્તમૈથુનની આદત વ્યક્તિના સ્વયં સાથેના સંબંધને કેવી રીતે અસર કરે છે તે આખો ચેતનાનો વિષય છે પણ આધુનિક ચિકિત્સા તો હજુ મનને પણ પામી શકી નથી ત્યાં ચેતનાની તો શું વાત જ કરવી! પણ તેના આવા બાલિશ સંદેશાઓ સંસ્કૃતિને બહુ મોટું નુકશાન પહોંચાડ્યું છે. આ મુદ્દે ગર્ભ નિરોધક દવાઓ, માસિક મુલત્વી રાખતી દવાઓ પણ સાંસ્કૃતિક વિચારધારાને ઘણી વિપરીત અસરો પહોંચાડી છે.
આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પર આ સંદર્ભમાં અત્યંત વ્યાપક સર્વે થવા જરૂરી છે. આપણી પાસે આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા હોમિયોપથી યોગ જેવા ઉત્કૃષ્ઠ ચિકિત્સા વિજ્ઞાન છે અને એક પ્રજા તરીકે આપણે તથા સરકાર તેને વળગી રહી છે તે બાબત માનવજાતનું અનેક પ્રકારે પતન નોતરી રહી છે!