જૂનાગઢમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂનો જથ્થો ઝડપ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામની સીમમાં ઔદ્યોગિક ઝોનમાં ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા બુટલેગર લખન મેરૂચાવડા અને એભા ઉર્ફે જયેશ મેરૂ ચાવડા નામના બુટલેગરોએ દુસામાપાર્ક વિસ્તારમાં રહેતા અશ્ર્વિન સામાન રાવલીયાના નામે ભાડે રાખેલા ગોડાઉનમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ એ.વી.પટેલ સહિતના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આ ભાડે રાખેલા ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી 10.11 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
- Advertisement -
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે 1799 દારૂની બોટલ અને ટીન કબ્જે કર્યા હતા આ અંગે લખન મેરૂ ચાવડા, એભા ઉર્ફે જયેશ મેરૂ ચાવડા અને ગોડાઉન ભાડે રાખનાર અશ્ર્વિન રાવલીયા સામે ફરિયાદ કરવામાં આવતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.