પ્લેયર ઓફ ધ મેચ – સિરિઝ શુભમન ગિલ બન્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
શુભમન ગિલની સદીને કારણે બુધવારે ત્રીજી અને અંતિમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 142 રનથી હરાવી હતી. આ વિજય સાથે, ભારતીય ટીમે શ્રેણીમાં બ્રિટીશ ટીમનો 3-0 થી સફાયો કર્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં મળેલી આ જીત આત્મવિશ્વાસમાં વધારો કરશે. ગિલે તેની 50 મી વનડેમાં 112 રન બનાવ્યાં હતાં. ભારતીય ટીમે 356 રન બનાવ્યાં હતાં જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ટીમનો સૌથી વધુ સ્કોર હતો. આ પછી બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે, ઇંગ્લેંડ 34.334.3 ઓવરમાં 214 માં ઓલ આઉટ થયું હતું.
ગિલે વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 116 રન અને શ્રેયસ સાથે ત્રીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી હતી. રાહુલે 40 રન બનાવ્યાં હતાં. ગિલે ક્રીઝ પર શરૂઆતમાં શ્રેષ્ઠ ફુટર્વક બતાવ્યું હતું. કોહલી, જે થોડાં સમયથી નબળાં ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, તેણે લય પ્રાપ્ત કરવામાં સમય લીધો પણ લય પ્રાપ્ત થયા પછી ઘણા શાનદાર શોટ રમ્યાં હતાં.
કોહલીએ વુડના ઓવરપીચ બોલને કવરમાં ફટકારીને પ્રથમ ચાર રન હાંસલ કર્યા હતાં, પછી ફાસ્ટ બોલર મહમૂદ પર પણ બે ચોગ્ગા ફટકાર્યા હતાં. તેણે લિવિંગસ્ટોન પર એક છગ્ગો અને એક રન સાથે તેની 73 મી અડધી સદી પૂર્ણ કરી હતી. જોકે કોહલી અડધી સદી પૂર્ણ કર્યા પછી તરત જ, આદિલની સ્પિન બોલ પર વિકેટકીપર સોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો.
ટોસ હારીને ભારત બેટિંગ કરવા ઉતર્યુ હતું શરૂઆત ખરાબ રહી હતી, જ્યારે કેપ્ટન અને છેલ્લી મેચમાં સદી ફટકારનાર, રોહિત એક રન પર આઉટ થયો હતો. શ્રેયસ ફરી એકવાર શાનદાર લયમાં દેખાયો હતો. તેણે મેદાનમાં ચારેબાજુ શોટ રમ્યાં હતાં, પરંતુ આદિલની સ્પિન બોલ પર સોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. લક્ષ્યનો પીછો કરતાં, ડોકેટ અને સોલ્ટે પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી અને ઝડપી શરૂઆત કરી હતી. અર્શદીપે સતત બંને ઓપનરોને આઉટ કરીને ઇંગ્લેંડને ડબલ આંચકા આપ્યાં હતા.
આ પછી, ઇંગ્લેંડ ટીમે નિયમિત અંતરાલમાં વિકેટો ગુમાવી હતી. બેન્ટન અને એટક્ધિસે 38-38 અને રૂટે 24 રન બનાવ્યાં હતા. ભારત માટે, અર્શદીપ, રાણા, અક્ષર અને હાર્દિકે બે-બે વિકેટ લીધી હતી.
- Advertisement -
ગિલ સૌથી ઝડપી 2500 રન બનાવનાર બેટ્સમેન બન્યો
ભારતીય બેટ્સમેન શુબમેન ગિલ સૌથી ઝડપી 2500 રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેમણે 50મી ઇનિંગ્સમાં આ પરાક્રમ હાંસલ કરીને દક્ષિણ આફ્રિકાનાં હાશિમ અમલાને પાછળ છોડી દીધો છે. પાકિસ્તાનનાં ઇમામ ઉલ હક ત્રીજા છે, વેસ્ટ ઇન્ડીઝના વિવિયન રિચાર્ડસન ચોથા છે અને ઇંગ્લેંડના જોનાથન ટ્રોટ પાંચમાં છે. ગિલે આ સમયગાળા દરમિયાન પાંચ હજાર આંતરરાષ્ટ્રીય રન પૂર્ણ કર્યા હતાં. ગિલે 60.16ની સરેરાશથી વનડેમાં 2587 રન બનાવ્યાં છે. ગિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક સદી ફટકારીને ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે સ્ટેડિયમમાં ત્રણેય ફોર્મેટ્સમાં સદી ફટકારનાર ગિલ પહેલાં ભારતીય ખેલાડી અને વિશ્વનાં પાંચમાં ખેલાડી બન્યાં છે. ગિલ દક્ષિણ આફ્રિકાનાં કે ફોફ ડુ પ્લેસિસ અને ક્વિન્ટન ડિકોક, ઓસ્ટ્રેલિયાનાં ડેવિડ વોર્નર અને પાકિસ્તાનનાં બાબર આઝમના ક્લબમાં જોડાયો છે.