ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોકસે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. અચાનક યુ-ટર્ન લઇને વન-ડેમાં રમવાની ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ઓકટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડકપની ટીમમાં સ્ટોકસને સામેલ કરવામાં આવ્યો છે.
જોકે યુવા બેટર હેરી બ્રુક અને ફાસ્ટ બોલર જોફરા આર્ચરને ટીમમાં સામેલ કરાયા નથી. સ્ટોકસ આગામી મહિને ન્યુઝીલેન્ડ સામેની ચાર મેચની વન-ડે શ્રેણીમાં વાપસી કરશે, ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય પસંદગીકાર લ્યુક રાઇટે જણાવ્યું હતું કે, ન્યુઝીલેન્ડ વિરૂધ્ધની શ્રેણી માટે પસંદ થયેલી ઇંગ્લેન્ડના 15 ખેલાડીઓની ટીમ જ વર્લ્ડકપની પ્રારંભિક મેચોની ટીમ રહેશે.
- Advertisement -
ઇંગ્લેન્ડની ટીમમાં કેપ્ટન તરીકે જોશ બટલર છે સિવાય મોઇન અલી એટક્ધિસન, બેરસ્ટો, સેમકુરન, લીવીંગ સ્ટોન, મલાન, આદિલ રસીલ, જો રૂટ, જેસન રોય, બેનસ્ટોકસ, રીસટોપ્લી, ડેવિડ વિલી, માર્ક વુડ તથા ક્રિસ વોકસ છે. બેન સ્ટોકસ ક્રિકેટ કારકીર્દીમાં 105 વન-ડે રમી ચુકયો છે.