ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ એ ભારત સામે એક જ ટેસ્ટમેચ માટે 15 સદસ્યોના ટીમની ઘોષણા કરી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ 1 જુલાઈથી શરૂ થશે. આ ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણીનો જ એક ભાગ છે. ગયા વર્ષે ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડ પહોંચી હતી, પરંતુ ચાર મેચ બાદ ભારતના કેટલાક ખેલાડીઓ અને કોચ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ બાદ પાંચમી ટેસ્ટ રમવાનો ઈન્કાર કરી દીધો હતો. ટીમ ઈન્ડિયાનાં આ ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ આ શ્રેણીની જ ટેસ્ટ રમવા જઈ રહી છે. ભારતીય ટીમ હાલમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ પણ આ ટેસ્ટ ખૂબ જ મહત્વની છે.
- Advertisement -
સૈમ બીલીન્ગ્સ આ ટેસ્ટ મેચમાં બેન ફોકસની જગ્યાએ રમી શકે છે. ફોકસ હાલમાં જ કોરોના સંક્રમિત થયા છે. એ જ સમયે ઈંગ્લેન્ડના સ્ટાર ટેસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ભારત સામે મોટો રેકોર્ડ બનાવી શકે છે. એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં 650 વિકેટ લેવાથી માત્ર એક પગલું દૂર છે. જો કે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ફક્ત બે બોલરએ 650 કે તેનાથી વધુ વિકેટ લીધી હોય તેવો રેકોર્ડ છે. જો કે ઇંગ્લેન્ડની ટીમ હાલ ઘણી ફોમમાં દેખાઈ રહી છે. સોમાવરે જ ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ જીતીને ન્યુઝીલેન્ડણે ખરાબ રીતે માત આપી હતી. હાલ નવા કોચ અને કેપ્ટનના નેતૃત્વમાં આ ટીમ ઘણું આક્રમક રીતે રમી રહી છે.
One addition for the fifth Test against @BCCI as @sambillings joins the squad! 🏴🏏#ENGvIND
— England Cricket (@englandcricket) June 27, 2022
- Advertisement -
હાલજ ટીમ ઇન્ડીયાના કેપ્ટન રોહિત શર્મા કોરોના પોઝીટીવ આવ્યા છે અણે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મેચમાં રોહિત શર્મા નહીં રમી શકે પણ હજુ એ વાતની પુષ્ટિ થઇ નથી. આ વચ્ચે ટીમમાં ખેલાડી મયંક અગ્રવાલ પણ જોડાય ગયા છે. રોહિતની ગેરહાજરીમાં ઇન્ડિયા તરફથી તેઓ ઓપનીંગ કરી શકે છે. બીજા ઓપનર શુભમ ગીલ હોય શકે છે. જો કે ભારત પાસે ઓપનીંગ માટે ચેતેશ્વર પુજારા પણ વિકલ્પમાં છે. રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવી હરોળમાં જસપ્રીત બુમરાહ સૌથી આગળ છે પણ ઋષભ પંત પણ પાછળ નથી. હવે એ જોવાનું રહ્યું કે બંને માંથી રોહિતની જગ્યાએ કોણ કપ્તાનશીપ સંભાળશે.
NEWS – Mayank Agarwal added to India’s Test squad as a cover for captain Rohit Sharma, who tested positive for COVID-19.
More details here – https://t.co/1LHFAEDkx9 #ENGvIND pic.twitter.com/f5iss5vIlL
— BCCI (@BCCI) June 27, 2022
ઇંગ્લેન્ડની ટીમ – બેન સ્ટોક્સ, જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, સૈમ બીલીન્ગ્સ, સ્ટુઅર્ટ બોર્ડ, હૈરી બ્રુક, જૈક ક્રાઉલ, બેન ફોકસ, જૈક લીચ, એલેક્સ લી, કરેગ ઓવરટન, જેમી ઓવરટન, મૈથ્યુ પોટ્સ, ઓલી પોપ અને જો રૂટ
ભારતીય ટીમ – રોહિત શર્મા, શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, કેએસ ભરત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્ર અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા અને મયંક અગ્રવાલ