દેશમાં થતા વિલંબ સમયે મહત્વનો ચૂકાદો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
- Advertisement -
દેશમાં ટ્રાયલ કોર્ટથી સર્વોચ્ચ અદાલત સુધી પેન્ડીંગ રહેલા કેસો અંગે અવારનવાર ન્યાયતંત્રથી લઈને સરકાર સહિત સૌ ચર્ચા કરે છે તેના ઉકેલની આવશ્યકતા દર્શાવે છે. પરંતુ ભાગ્યે જ તેમાં કઈ નકકર થાય છે.તે સમયે સુપ્રીમકોર્ટે એક તીખા નિરીક્ષણમાં જણાવ્યું કે, કોઈપણ આરોપી સામેના કેસમાં તેની અપીલ પેન્ડીંગ હોય તે દરમ્યાન તે ‘સજા’ પણ પુરી કરી લે તો તે ન્યાયતંત્રના મજાક સિવાય કશું નથી.સુપ્રીમકોર્ટે આજીવન કારાવાસ જેવી આરોપીને જામીન આપવા જોઈએ. જો આરોપીને આ રીતે જામીનનો ઈન્કાર કરવામાં આવે તો પછી લાંબી સજા સિવાયની અને ખાસ કરીને ટુંકી મુદતની સજામાં જો અપીલ થાય તો અદાલતે તેના કેસનો ઝડપી ટ્રાયલથી નિર્ણય લેવો જોઈએ.સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને આર.મહાદેવનની ખંડપીઠે એક આ પ્રકારના કેસમાં અલ્લાહાબાદ હાઈકોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યા તેના પર નારાજગી દર્શાવી હતી અને આ પ્રકારની નિશ્ચિત સમયની સજામાં અપીલ સમયે જામીન આપવાના એક પ્રસ્થાપીત કાનૂની સિદ્ધાંતનો ભંગ પણ ગણાવ્યો હતો. ખંડપીઠે નોંધ્યું કે અલ્લાહાબાદ હાઈકોર્ટ દ્વારા આ વધારાનો નિરાશાજનક ચૂકાદો છે. આ યોગ્ય અભિગમ નથી. હાઈકોર્ટે તેનો આદેશ આપતા પુર્વે એ વિચારવું જોઈએ કે 2024માં અપીલ થઈ અને તે નજીકના સમયમાં વિચારણા પર આવવાની કોઈ શકયતા નથી અને કોઈને હવે ચાર વર્ષથી વધુ જેલમાં રહ્યા બાદ પણ ટુંકી મુદતની સજામાં જેલમાં રાખવો તે ન્યાયની મજાક જ છે. હાઈકોર્ટે ક્રિમીનલ જસ્ટીસને સિવિલ કેસ તરીકે લડી શકે નહી. આ માટે સર્વોચ્ચ અદાલતે ગુજરાતના જ એક કેસમાં આપેલા ચૂકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે નિશ્ચિત મુદતની સજામાં જો આરોપી તેના વૈધાનિક અધિકાર હેઠળ કોઈ અપીલ કરે તો અપીલ કોર્ટે સજા સસ્પેન્ડ કરવા વિચારવું જોઈએ અને જેલવાસ બે અપવાદરૂપ જ બની જવો જોઈએ. આ કાનૂનનો એક પ્રસ્થાપીત સિદ્ધાંત છે. અગાઉ હાઈકોર્ટે નાણા સંબંધી એક સિવિલ કેસને ફોજદારી કેસ તરીકે ટ્રાયલ સામે પણ આકરી ટીકા કરી હતી.
નિશ્ચિત મુદતની જેલ સજામાં જો અપીલ થાય તો કોર્ટે જામીન આપવા જોઈએ તે કાનૂનનો સ્થાપિત સિદ્ધાંત : અલ્હાબાદ હાઈકોર્ટે ટીકા પણ કરી