ગિરનાર પર્વત પર મેળા દરમિયાન લાખો ભાવિકો યાત્રા કરશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
આગામી દિવસોમાં ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળો યોજવાનો છે જેમાં 10 લાખ ભાવિકો ઉમટી પાડવાની સંભાવના છે.એવા સમયે મેળા સમયે લાખોની સંખ્યમાં ભાવિકો ગિરનાર યાત્રા પણ કરે છે.ત્યારે અંબાજી મંદિર પરિસર આસપાસ અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો સીડી નજીક એટલી હોઈ છે કે, યાત્રિકોને ચાલવા માટે ખુબ મુશ્કેલ બની રહે છે. ત્યારે મેળા દરમિયાન સીડી પર થયેલ પેશકદમી હટે તેવા પ્રયાસો તંત્ર ક્યારે કરશે તેવા સવાલો ઉભા થયા છે.
- Advertisement -
જુનાગઢ ગીરનાર પર્વત ઉપર અંબાજી મંદિર પરિસર આજુબાજુ જે પોતાના ધંધા રોજગાર કરે છે. તેઓ જ્યારે શિવરાત્રીનો મેળો કે, પરિક્રમા અને અન્ય તહેવારો ઉપર ભાવિકોની ભીડ એટલી બધી થાય છે કે, લોકો સરળતાથી ચાલી પણ નથી શકતા જેને લઈને પ્રશાસને વન વિભાગે આ બાબતે મેળા, પરિક્રમા દરમિયાન દુકાનદારો સીડીને અડીને પોતાના ધંધા રોજગાર ચલાવે છે એને થોડા દૂર ખસેડવા રહ્યા અન્યથા અકસ્માત થવાની ભીતિ રહેશે આ બાબતે અવારનવાર તંત્રનું ધ્યાન દોર્યું છે છતાં પણ કોઈ સાંભળતું નથી છેલ્લે જ્યારે ભવનાથ તળેટીના વિસ્તારની અન્ય જગ્યાએ દબાણ હટાવવાના કાર્યક્રમો તંત્ર કરે છે તો આ અંબાજી મંદિર પરિસરની આજુબાજુ પણ ગેરકાયદેસર દબાણ અને દૂર કરવા રહ્યા ઉપરોક્ત તસવીરો જોતા લાગે છે કે ખરેખર આ દબાણ હટાવ ઝુંબેશ કરવી જરૂરી છે.