એક સાથે અનેક સંગઠનોની હડતાલથી લોકો પરેશાનીમાં મુકાયા: એક દાયકા બાદ આવી પરિસ્થિતિ સર્જાઈ
બ્રિટનમાં બુધવારે ટીચર, લેકચરર, ટ્રેન-બસ ચાલક અને જાહેરના કર્મચારી પગાર વધારવાની માંગને લઈને હડતાલ પર ઉતર્યા છે. દેશમાં લગભગ એક દાયકા બાદ આ પ્રકારની સ્થિતિ પહેલીવાર પેદા થઈ છે. બ્રિટીશ વડાપ્રધાનના અધિકૃત પ્રવકતાએ સ્વીકાર્યું હતું કે આ સામુહિક હડતાલથી જનતાને ભારે પરેશાની પડી રહી છે.
- Advertisement -
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ટીચર્સે કલાસનો બહિષ્કાર કર્યો છે જેથી 23 હજાર સ્કુલોને અસર થઈ છે.આ વિસ્તારોમાં લગભગ 85 ટકા સ્કુલો પુરી કે આંશીક બંધ રહેવાનું અનુમાન છે. શિક્ષણમંત્રી ગિલીયન કીગને જણાવ્યું હતું કે હું એ વાતથી નિરાશ છુ કે કર્મચારી સંઘોએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. આ કોઈ અંતિમ ઉપાય નથી. અમે હજુ પણ ચર્ચા કરી રહ્યા છીએ. યુકેમાં શિક્ષકો ઉપરાંત ટ્રેન અને બસ ચાલકો અને જાહેર ક્ષેત્રનાં અન્ય કર્મચારીઓ પણ હડતાલ પર ઉતર્યા છે. દેશનાં 124 સરકારી વિભાગોનાં લગભગ એક લાખ કર્મચારીઓ પણ હડતાલમાં સામેલ છે.