તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારની સૂચનાથી કરવામાં આવેલું આયોજન
ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરાઇ પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડદામ મચી જવા પામી હતી. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને ઈમેલ મારફતે કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તેઓએ તુરંત પોલીસ વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, જઘૠ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો તપાસ અર્થે કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જો કે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે જિલ્લા કલેક્ટરને મળેલ ઈમેલને લઇ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ઈમેલના માધ્યમથી એવી સૂચના આપવામાં આવી હતી કે, કલેક્ટર કચેરી અને તેના પ્રિમાઈસીસની અંદર સિક્યુરિટી થ્રેટ્સ છે. આ ઈમેલની જાણ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. જેથી કમિશનરની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ જઘૠ દ્વારા સમગ્ર કલેક્ટર કચેરીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં કોઈ ડિટોનિટર્સ કે અન્ય કોઈ થ્રેટ વાળી વસ્તુ મળી આવેલ નથી. આ અંગેનો ઈમેલ જે આઈડીથી આવ્યો હતો, તેની તપાસ ચાલું છે. પ્રથમ ઈમેલ અમને જ મળ્યો હતો. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે જો કે સાઉથના સ્ટેટમાં આ પ્રમાણે ધમકીઓ મળતી હોવાથી રાજ્ય સરકાર દ્વારા જ આ પ્રકારે તકેદારીના ભાગરૂપે આ મેઈલ કરવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.