સ્ટારલિંકે 2022 માં લાઇસન્સ માટે અરજી કરી હતી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સહિત વિવિધ ચિંતાઓને કારણે પ્રક્રિયામાં વિલંબ થયો હતો
- સ્ટારલિંકને કોમર્શિયલ લોન્ચ માટે ભારત સરકારની મુખ્ય મંજૂરી મળી
- રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર 2022 થી લાઇસન્સ વિલંબિત હતું
- આ મંજૂરીથી દૂરના ભારતમાં સસ્તા ઇન્ટરનેટને વેગ મળી શકે છે
આ સાથે જ કંપની ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરવા તરફ આગળ વધી રહી છે. સ્ટારલિંક ત્રીજી કંપની છે, જેણે ભારતમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશને લાયસન્સ આપ્યું છે. આ પહેલા OneWeb અને રિલાયન્સ જિયોને પણ સેટેલાઇટ સર્વિસ શરૂ કરવાનું લાયસન્સ આપી દીધું છે.
- Advertisement -
જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું કહ્યું?
ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીને પણ સ્થાપિત કરી દેવાઈ છે. સેટેલાઇટ કનેક્ટિવિટી ખૂબ જરૂરી છે, કારણ કે રિમોટ એરિયામાં આપણે તાર ન પાથરી શકીએ અથવા ટાવર ન લગાવી શકીએ. જ્યાં કનેક્ટિવિટીને માત્ર સેટેલાઇટથી જ સારી કરી શકાય છે.
શું છે સ્ટારલિંક?
- Advertisement -
સ્ટારલિંક, ઇલૉન મસ્કની કંપની SpaceXની એક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ છે. આ લો અર્થ ઓર્બિટ (LEO) સેટેલાઇટ બેઝ્ડ ઇન્ટરનેટ સર્વિસ છે. જેની મદદથી દુનિયાના દૂરના વિસ્તારોમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડી શકાય છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા છે કે સ્ટારલિંકની સર્વિસ ભારતમાં લોન્ચ થશે.
સ્ટારલિંક 500 થી 550 કિલોમીટરની ઉંચાઈ સુધી ઘણાં નાના સેટેલાઇટ્સ દ્વારા કામ કરે છે. આ કોઈ પહેલીવાર નથી જ્યારે ભારતમાં સ્ટારલિંકની ચર્ચા થઈ રહી હોય. કંપનીએ વર્ષ 2021માં ભારતમાં પ્રી-બુકિંગ શરૂ કરી દીધું હતું. જો કે, ભારત સરકાર પાસથી જરૂરી લાયસન્સ ન મળતા તે સમયે કંપનીને પ્રી-બુકિંગ રોકવું પડ્યું હતું.
જિયો અને એરટેલ સાથે થશે ટક્કર
ભારતમાં આ કંપનીનો સીધો મુકાબલો રિલાયન્સ જિયો અને ભારતી એરટેલના OneWeb સાથે થશે. જો કે, હાલમાં જ સ્ટારલિંકે આ બંને કંપનીઓ સાથે ભાગીદારીનું એલાન કર્યું હતું. આ એલાન સ્ટારલિંકની કિટ અને હાર્ડવેર ડિસ્ટ્રિબ્યૂશનને લઈને છે. સ્ટારલિંક કેટલાક દેશોમાં ઉપલબ્ધ છે અને ભારતમાં તેની સર્વિસ શરૂ થવામાં હજુ સમય લાગશે.
જરૂરી લાયસન્સ મળ્યા બાદ પણ હજુ સુધી સેટેલાઇટ સ્પેક્ટ્રમની તસવીર સ્પષ્ટ થઈ નથી. સેટેલાઇટ સ્પેક્ટ્રમ વહેંચાયા પછી કોઈ કંપની ભારતમાં પોતાની સર્વિસ શરૂ કરી શકશે. અહીં એક પડકાર સ્પેક્ટ્રમ વહેંચણીનો છે. જ્યાં જિયો અને એરટેલ પારંપરિક રીતે સ્પેક્ટ્રમની હરાજી ઇચ્છે છે. જ્યારે સ્ટારલિંક એડમિનિસ્ટ્રેટિવ તરીકે વહેંચણી ઇચ્છે છે.
લોકોને કેટલો ફાયદો અને કેટલી હશે કિંમત?
હવે સવાલ છે કે સ્ટારલિંક કે પછી સેટેલાઇટ ઇન્ટરનેટ કઈ સુવિધાથી લોકોને વધુ ફાયદો મળશે. રિમોટ એરિયામાં તેનાથી કનેક્ટિવિટી સરળ થઈ જશે. ખાસ કરીને એવી જગ્યાઓ જ્યાં ટાવર લગાવવા કે પછી બ્રોડબેન્ડની સર્વિસ પહોંચાડવી મુશ્કેલ છે. સેટેલાઇટ ઇન્ટરનેટના કારણે આવા એરિયામાં પણ સારી સ્પીડ મળશે.
જો કે, આ સર્વિસ કઈ કિંમતમાં લોન્ચ થશે, તે પણ મોટો સવાલ છે. અત્યાર સુધીના અંદાજ અનુસાર, કંપનીની સર્વિસ મોંઘી થશે. સ્ટારલિંકની કિટ માટે તમારે વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે. માસિક અને વાર્ષિક પ્લાન પણ રેગુલર બ્રોડબેન્ડ પ્લાનની સરખામણીમાં ખૂબ મોંઘા હશે.