AI 2029 સુધીમાં માનવ કરતા પણ આગળ નીકળી જશે
ખાસ-ખબર ન્યૂઝ ટેક્સાસ, તા.10
- Advertisement -
આગામી બે વર્ષમાં આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આગામી વર્ષે કે પછી 2026 સુધીમાં ચાલક કે બુદ્ધિશાળી માનવ જેટલું કે તેના કરતા વધારે ચાલક બની જાય એવી આગાહી વિશ્વના ચોથા સૌથી વધુ ધનવાન અને ટેસ્લા સ્પેસએક્સ જેવી કંપનીના સ્થાપક ઈલોન મસ્કે સોશિયલ મીડિયા વેબસાઈટ એક્સ ઉપર આપેલી એક મુલાકાતમાં કરી હતી. અહી ઉલ્લેખનીય છે કે એઆઈમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સિસ્ટમ ઓપનએઆઈમાં રોકાણ કરવામાં મસ્ક સૌથી અગ્રેસર હતા. ’ચાલક મનુષ્ય કરતા પણ ચાલક હોય એવી એજીઆઈ અગામી વર્ષે કે પછી બે વર્ષમાં ઉપલબ્ધ થઇ જશે,’ એવું એજીઆઈની સમયરેખા અંગે આગાહી કરતા ઈલોન મસ્કે જણાવ્યું હતું.
ઓપનએઆઈની સ્થાપના માનવજાતને ફાયદો કરાવવા અને નફો નહી કરવા માટે થઇ હતી પણ હવે તે એવી પ્રવૃત્તિઓ કરી રહ્યું હોવાના આક્ષેપ સાથે મસ્કે તેની સાથે છેડો ફાડી પોતાનું એઆઈ એન્જિન ઉભી કરવાની જાહેરાત કરી હતી. ગોર્ક મસ્કે ઉભી કરેલી નવી વ્યવસ્થા કે જેનું નામ એક્સએઆઈ છે તેના હેઠળ તૈયાર કરવામાં આવી રહી છે.એઆઈ માટે ચીપ અને પ્રોસેસિંગ બનાવતી કંપની એનવિડીયા પાસેથી મસ્કની ગ્રોક2 માટે 20,000 જેટલા જીપીયુ ખરીદવામાં આવ્યા છે જયારે ગ્રોક 3 એન્જિન માટે આવા એક લાખ જેટલા જીપીયુની જરૂર પડશે એવી મસ્કે જણાવ્યું હતું. અગાઉ, માર્ચ મહિનામાં અમેરિકન જો રોગનના એક પોડકાસ્ટની વિડીયો કલીપ શેર કરતા ઈલોન મસ્કે દાવો કર્યો હતો કે 2029 સુધીમાં એઆઈ વિશ્વના દરેક માનવી કરતા વધારે સ્માર્ટ કે ચાલક અને બુદ્ધિશાળી બની જશે.
આ વિડીયોમાં રોગન સાથે વાતચીતમાં ટેકનોલોજીની ભવિષ્યવાણી અંગે બોલતા અમેરિકન ટેકનોલોજી એક્સપર્ટ રેમન્ડ કર્ઝવિલે પણ આવી જ આગાહી કરી હતી જેને મસ્કે અનુમોદન આપ્યું હતું. ગુગલના પૂર્વ વરિ અધિકારી અને વિશ્વમાં એઆઈના ભીષ્મ પિતામહ ગણતા જયોફ્રી હિન્ટને અગાઉ જણાવ્યું હતું કે એઆઈ અત્યારથી માણસ કરતા વધારે ઝડપથી સ્માર્ટ બની રહી છે. ’એવી વાત હતી કે મશીનને શીખતા વાર લાગે પણ હકીકતે તે વધારે ઝડપથી જ્ઞાાન મેળવી રહી છે. આજે મશીન પાસે એટલી માહિતી અને જ્ઞાાન છે જે એક સામાન્ય માણસને ખબર પણ નથી હોતી,’ એવું હિન્ટન જણાવે છે.
- Advertisement -
એઆઈથી માનવજાત માટે ખતરો ઉભો થઇ રહ્યો છે એવી વિચારધારા સાથે જયોફ્રી હિન્ટને મે 2023માં ગુગલની નોકરી છોડી હતી. આ પેપરમાં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના સેન્ટર ફોર બ્રેન, માઈન્ડ અને મશીનના સંશોધક ઈલીઝા કોસોયના મતે કેટલાક કાર્યોમાં માનવ કરતા મશીન અત્યારથી જ આગળ નીકળી રહ્યા છે. કોસોય જણાવે છે કે ચેસ, વિડીયો ગેમ્સ, વિમાન ઉડાડવા, સર્જરી કરવી જેવી બાબતોમાં મશીન માણસો જેટલા જ સ્માર્ટ બની રહ્યા છે અને શક્ય છે કે એઆઈની સ્માર્ટનેસ ભવિષ્યમાં નહી પણ અત્યારે જ આપણી વચ્ચે મોજૂદ હોય. આ રિસર્ચ પેપર નોંધે છે કે અગાઉ એઆઈ માનવ સ્તરની 50 ટકા બુદ્ધિ મેળવે એ માટે 45 વર્ષનો સમય લાગશે એવી આગાહી થઇ રહી હતી.