ફેડરલ સરકારને તોડવાના પ્રયાસો પછી મસ્ક ટ્રમ્પ વહીવટ છોડી રહ્યા છે
એક સમયે ટ્રમ્પ બાદના નંબર-ટુ પાવરફુલ બનેલા ટોચના ઉદ્યોગપતિએ કામની તક આપવા બદલ પ્રમુખનો આભાર માન્યો : મારૂ કામ પુરૂ થયુ છે
- Advertisement -
ટ્રમ્પે પણ મસ્કની વિદાય નિશ્ચિત છે તેવા સંકેત આપ્યા હતા : શાસનમાં જોડાવાથી મસ્કની કંપનીમાં પણ વિવાદમાં આવી હતી
અમોરિકામાં ટ્રમ્પ-2 શાસનના સૌથી ચર્ચીત ચહેરા બની ગયેલા અને પ્રથમ વખત ડિપાર્ટમેન્ટ ઓફ ગર્વમેન્ટ એફીસીયન્સીના વડા એલન મસ્કે તેમના હોદા પરથી રાજીનામુ આપીને ટ્રમ્પ તંત્રને બાય-બાય કરી દીધુ છે.
મસ્કે તેમના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પદભાર માનતા જાહેર કર્યુ કે, મારા ખાસ સરકારી કર્મચારી તરીકેના શેડયુલનો અંત આવ્યો છે અને સરકારના બિનજરૂરી ખર્ચમાં કાપ મુકવા માટે અને કામ કરવાની તક આપવા બદલ હું પ્રમુખનો આભાર માનુ છું.
- Advertisement -
ટેસ્લા સહિતની વિશ્વવિખ્યાત કંપનીના સીઈઓ એલન મસ્ક ટ્રમ્પ-2 શાસનના પ્રારંભમાં પ્રમુખ બાદના બીજા નંબરના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા હતા અને તેઓ ટ્રમ્પની દરેક પત્રકાર પરિષદ કે મહત્વની બેઠકોમાં હાજરી આપતા હતા અને ટ્રમ્પના વિદેશી બાબતોના નિર્ણય પર પણ તેઓનો પ્રભાવ હતો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમના કામથી પ્રભાવિત હતા પણ જે રીતે તેઓએ સરકારીખર્ચ બચાવવા અનેક વિભાગોમાં મોટાપાયે બજેટ કાપ મુકયા અને છટણીઓ કરી તેનાથી અમેરિકામાં ભારે નારાજગી પણ સર્જાઈ હતી. મસ્કે તેમની પોસ્ટમાં લખ્યું કે એ જે વિભાગ હેન્ડલ કર્યા તે હવે સરકારમાં કામકાજની પદ્ધતિનો કાયમી હિસ્સો જશે.
“ખાસ સરકારી કર્મચારી તરીકેનો મારો નિર્ધારિત સમય પૂરો થઈ રહ્યો છે, તેથી હું રાષ્ટ્રપતિ @realDonaldTrumpનો આભાર માનું છું કે તેમણે મને નકામા ખર્ચ ઘટાડવાની તક આપી,” મસ્કે લખ્યું.
“@DOGE મિશન સમય જતાં વધુ મજબૂત બનશે કારણ કે તે સમગ્ર સરકારમાં જીવનનો એક માર્ગ બનશે.” વ્હાઇટ હાઉસના એક અધિકારીએ, જેમણે આ ફેરફાર વિશે વાત કરવા માટે નામ ન આપવાની વિનંતી કરી, તેમણે મસ્કના પ્રસ્થાનની પુષ્ટિ કરી.
સીબીએસે એક ઇન્ટરવ્યુનો એક ભાગ પ્રકાશિત કર્યાના એક દિવસ પછી મસ્કે પોતાનો નિર્ણય જાહેર કર્યો, જેમાં તેમણે ટ્રમ્પના કાયદાકીય કાર્યસૂચિના કેન્દ્રબિંદુની ટીકા કરતા કહ્યું કે રાષ્ટ્રપતિ તેમના “મોટા સુંદર બિલ” તરીકે જે કહે છે તેનાથી તેઓ “નિરાશ” છે.
મસ્કના આકરા નિર્ણયો અને કંપનીમાં તેમની ગેરહાજરીથી ટેસ્લાના વેચાણ પર પણ અસર પડી હતી અને ટેસ્લાનો વિરોધ પણ થયો હતો. જેના કારણે પણ મસ્કની ઉદ્યોગપતિ તરીકેની પ્રતિષ્ઠાને હાની પહોંચી હતી.