ચૂપચાપ ટ્વીટર ખરીદવાની તૈયારી હોવાનો અહેવાલ, થોડા સમય પહેલાં પણ મબલક શેર વેચ્યા હતા
દુનિયાના સૌથી વધુ અમીર બિઝનેસમેન એલન મસ્ક દ્વારા ફરીથી મોટો ધડાકો કરવામાં આવ્યો છે અને એમણે ટેસલાના રૂપિયા 7 અબજ ડોલરના શેર વેચી દીધા હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
- Advertisement -
અહેવાલમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે ટ્વિટર ની ખરીદી ચૂપચાપ કરી લેવા માટે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એ ફરીથી મોટો ધડાકો કર્યો છે અને મોટાપાયે શેરનું વેચાણ કરી દીધું છે. બિઝનેસમેન અને સોશિયલ મીડિયા કંપની ટ્વિટર વચ્ચે અત્યારે અદાલતી જંગ ચાલી રહ્યો છે.
ટ્વીટર ખરીદી લેવાની એમણે જાહેરાત કરી ત્યારબાદ દુનિયાભરમાં તેવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી અને અત્યારે અમેરિકાની અદાલતમાં કેસ ચાલી રહ્યો છે અને હવે ફરી ટ્વિટરને ખરીદી લેવા માટે તેમણે ચક્રો ગતિમાન કર્યા છે અને તેના ભાગરૂપે નવેસરથી મોટા પાયે શેરનું વેચાણ કરી દીધું છે.
અહેવાલમાં એવી માહિતી આપવામાં આવી છે કે આ બિઝનેસમેન દ્વારા 7.92 મિલિયન ડોલરના શેરનું વેચાણ કરી દીધું છે અને રોઈટર દ્વારા આ મુજબનો રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને તેમાં મંગળવારની સિક્યુરિટી ફાઈલીઞમા નિયામકને એવી જાણકારી આપવામાં આવી છે કે બિઝનેસમેન દ્વારા ઉપરોક્ત માત્રામાં શેરનું વેચાણ કરવામાં આવ્યું છે અને તેનાથી તેને 6.9 બિલિયન ડોલર પ્રાપ્ત થયા છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ માસમાં પણ એમણે 8.5 બિલીયન ડોલરના શેરનું વેચાણ કર્યું હતું અને એ સમયે પણ ટ્વીટરને ખરીદવાની જાહેરાત કરી હતી અને ખરીદી કરવા માટે શેર વેચાણ કરવામાં આવ્યું છે તેવી માહિતી પણ જાહેર કરી હતી.
દુનિયાભરના ટ્વિટર યુઝર્સ થયા પરેશાન: મોડી રાતે એક્સેસ કરવામાં આવી અડચણ
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરની સેવાઓ મંગળવારે ઠપ્પ થઈ હતી., દુનિયાભરના યુઝર્સને આ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે કેટલાય કલાકની જહેમત બાદ સેવાઓ ફરીથી શરૂ થઈ હતી.ટ્વિટરની સેવાઓ ઠપ્પ થતાં યુઝર્સ મોબાઈલ અથવા વેબસાઈટ એપ્લીકેશન પર ટ્વિટર એક્સેસ કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી. જો કે, આ સંબંધમાં ટ્વિટર તરફથી કહેવાયુ હતું કે, આપમાંથી અમુકને મુશ્કેલીઓ આવી રહી છે કારણ કે, ટ્વિટ લોડ થતુ નથી. પણ ટૂંક સમયમાં સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ટ્વિટરે આઉટેજની પુષ્ટિ કરતા કહ્યું કે, અમે ફટાફટ આપને આપની ટાઈમલાઈન પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.