વિશ્વના સૌથી ધનિક લોકોમાં સામેલ એલન મસ્કે હાલમાં જ ટેસ્લામાંથી મોટા પાયે લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. હવે આનાથી કંપનીની જે બચત થશે, એમાંથી 50 કરોડ ડોલરને કરચ કરવા માટે એલન મસ્કે એક પ્લાન બનાવ્યો છે.
વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા જેવી કંપનીના સ્થાપક એલન મસ્ક ટૂંક સમયમાં જ 500 મિલિયન ડોલર (આશરે 4,180 કરોડ રૂપિયા) ખર્ચવા જઈ રહ્યા છે. તે આવું ત્યારે કરી રહ્યો છે જ્યારે તેણે તાજેતરમાં જ તેની કંપનીમાંથી 21,000થી વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનો પ્લાન કર્યો છે.
- Advertisement -
એલન મસ્કની ટેસ્લાએ ગયા મહિને જ કંપનીમાં એક છટણી કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી કાઢવાના છે. કંપનીની આ છટણીની અસર તેના લગભગ 21,473 કર્મચારીઓ પર પડવાની છે. કંપનીએ તેના રિસ્ટ્રકચરિંગ હેઠળ પહેલા એપ્રિલ 15ના રોજ 16,000 કર્મચારીઓને બરતરફ કરી દીધા અને થોડા દિવસો પછી 500 વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા. હાલમાં, કંપનીમાં છટણીની પ્રક્રિયા સતત ચાલી રહી છે.
Just to reiterate: Tesla will spend well over $500M expanding our Supercharger network to create thousands of NEW chargers this year.
That’s just on new sites and expansions, not counting operations costs, which are much higher.
- Advertisement -
— Elon Musk (@elonmusk) May 10, 2024
હવે ખર્ચ કરશે 4,180 કરોડ રૂપિયા
અહેવાલો અનુસાર, હવે ટેસ્લા તેના ફાસ્ટ ચાર્જિંગ નેટવર્કને મજબૂત કરવા માટે 500 મિલિયન ડોલર ખર્ચવા જઈ રહી છે. કંપનીના સીઈઓ એલન મસ્કે શુક્રવારે આ જાણકારી આપી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર 500 મિલિયન ડોલરના આ ખર્ચની જાહેરાત કરી. તેનું કહેવું છે કે કંપની આ વર્ષે હજારો નવા સુપરચાર્જર બનાવવા જઈ રહી છે. એલન મસ્કએ સ્પષ્ટ કર્યું કે તેનો સુપરચાર્જર નેટવર્કનો વિસ્તાર નવી સાઇટ્સ પર થશે. આ માટે અત્યારે ઓપરેશન કોસ્ટ પર વધારે ધ્યાન નહીં આપવામાં આવે.
કંપની બનાવવા જઈ રહી છે આ ચાર્જિંગ નેટવર્ક
છટણીના થોડા અઠવાડિયા પછી, એલન મસ્કે ટેસ્લાના સુપરચાર્જર નેટવર્કને વિસ્તૃત કરવાની યોજના બનાવી છે. જો કે, તે તેને ખૂબ જ ધીરે ધીરે આગળ લઈ જવાના છે. અમેરિકામાં EV ઉત્પાદકો ટેસ્લાના નોર્થ અમેરિકન ચાર્જિંગ સ્ટાન્ડર્ડને અપનાવી રહ્યા છે. જેનાથી ટેસ્લાનું ચાર્જિંગ નેટવર્ક હવે ત્યાંની સમગ્ર ઇન્ડસ્ટ્રીનું સ્ટાન્ડર્ડ બની રહ્યું છે.
ટેસ્લા વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપનીઓમાંની એક છે. કંપની ટૂંક સમયમાં ભારત જેવા બજારમાં પ્રવેશ કરી શકે છે. આ સંદર્ભે, તે ભારત સરકાર સાથે ખૂબ જ એડવાન્સ લેવલની વાટાઘાટો પર પહોંચી ચુકી છે.