-ટેસ્લાને મળેલ 4.65 લાખ કરોડ રૂપિયાનું વળતર પેકેજ ‘ઘણુ વધુ’
અબજોપતિ કારોબારી એલન મસ્કને અમેરિકી કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ડેલોવરની અદાલતે મસ્કની ઈલેકટ્રીક કાર કંપની ટેસ્લાની લગભગ ચાર વર્ષ જુની ડીલ રદ કરી દીધી છે. 44 બિલિયન પાઉન્ડના સોદાની સામે મસ્કની કંપનીના શેરધારકે કેસ દાખલ કર્યો હતો.
- Advertisement -
મસ્કની ઈલેકટ્રીક કાર કંપની ટેસ્લાએ વર્ષ 2018માં 55.8 બિલિયન અમેરિકી ડોલર (44 બિલિયન પાઉન્ડ)નો પેમેન્ટ સોદો કર્યો હતો. ટેસ્લાની આ ડીલ સામે શેરધારકે કેસ દાખલ કર્યો હતો કે કંપની તરફથી વધુ પેમેન્ટ કરવામાં આવ્યું છે. ન્યાયાધીશ કેથલીન મેકકોર્મિકે ડેલાવેર કોર્ટમાં પોતાના ફેસલામાં કહ્યું હતું કે ટેસ્લા બોર્ડ તરફથી વેતન પેકેજને આપવામાં આવેલી મંજુરી ત્રુટીપૂર્ણ છે.
અદાલતના ફેસલાથી ભડકેલા મસ્કનું નિવેદન: અદાલતના ફેસલા બાદ મસ્કે પોતાના સોશિયલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર લખ્યુ કે, કયારેય પણ કંપનીઓએ ડેલાવરમાં કારોબાર ન કરવો જોઈએ. તેણે લખ્યું ફેસલો લેવા માટે જો શેરધારકોને પ્રાથમીકતા આપવામાં આવશે તો નેવાદા કે ટેકસાસમાં કારોબાર કરવો જોઈએ. એને લગભગ 50 લાખ લોકો જોઈ ચૂકયા છે.
ટેસ્લા અનુસાર ડીલ એટલા માટે કરાઈ હતી. કારણ કે દુનિયાના મુખ્ય ઉદ્યોગપતિઓમાં ગણાનાર મસ્ક એક કંપની પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગતા હતા. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ કહ્યું હતું કે ટેસ્લા તરફથી આપવામાં આવેલ લગભગ 4.65 લાખ કરોડ રૂપિયાનું વળતર પેકેજ ‘ઘણુ વધુ’ છે.