જો તેમનું નસીબ વૃદ્ધિની ગતિ જાળવી રાખે છે, તો મસ્ક માર્ચ 2033 પહેલા વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની શકે છે.
મસ્કને આ સિદ્ધિ ટેસ્લાના શેરોમાં તેજી અને તેમની બીજી ટેક કંપનીઓના ઝડપથી વધતા મૂલ્યાંકનના કારણે મળી
- Advertisement -
ટેસ્લાના મુખ્ય કાર્યકારી અધિકારી-સીઈઓ એલન મસ્ક ગઈકાલે બુધવારે દુનિયાના પ્રથમ ટ્રિલિયોનર વ્યક્તિ બની ગયા હતા, જેની કુલ સંપતિ 500 અબજ ડોલરને પાર કરી ગઈ હતી, તેમને આ સિદ્ધિ ટેસ્લાના શેરોમાં તેજી અને તેમની બીજી ટેક કંપનીઓના ઝડપથી વધતા મૂલ્યાંકનના કારણે મળી. ફોર્બ્સની અબજોપતિઓની યાદી અનુસાર બુધવારે સાંજે સવાચાર વાગ્યા સુધીમાં મસ્કની સંપતિ 500 અબજ ડોલર હતી. મસ્કની સંપતિનો મોટો ભાગ ટેસ્લા સાથે જોડાયેલો છે. 15 સપ્ટેમ્બર સુધી મસ્ક પાસે ટેસ્લામાં 12.4 ટકાથી વધુની ભાગીદારી હતી. ટેસ્લાના શેર અત્યાર સુધીમાં 14 ટકાથી વધુ વધ્યા છે અને બુધવારે તેમાં 3.3 ટકાની વધુ તેજી આવી.
જેથી મસ્કની સંપતિમાં એક દિવસમાં 6 અબજ ડોલરથી વધુનો વધારો થયો. વર્ષની શરૂઆતમાં ટેસ્લાના શેરોમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે તેમાં ફરીથી મજબૂતી આવી છે. રોકાણકારોનો ભરોસો ત્યારે વધ્યો, જયારે મસ્કે ફરીથી પોતાના કારોબારમાં ધ્યાન દેવાનું શરૂ કર્યું હતું. ટેસ્લાના ડાયરેકટર વર્તુળના અધ્યક્ષ રોબીન ડેનહોલ્મે જણાવ્યું હતું કે મસ્ક હવે કંપનીમાં ફરીથી સક્રીય થઈ ગયા છે. આ પહેલા તે કેટલાક મહિનાઓ સુધી વ્હાઈટ હાઉસ સાથે સંકળાયેલા કામોમાં વ્યસ્ત હતા.
જો કે કોરોના ઘટતા વેચાણ અને સતત નફા પર દબાણના કારણે ટેસ્લાના શેરને નુકસાન થયું છે. મસ્કે મોટી કંપનીઓમાં ભાગીદારીની ઈચ્છા દર્શાવી હતી. ટેસ્લાના નિર્દેશક વર્તુળે ગત મહિને એલન મસ્ક માટે એક ટ્રિલિયન ડોલર (લગભગ 83 લાખ કરોડ રૂપિયા)ની વળતર યોજનાનો પ્રસ્તાવ કર્યો હતો.
- Advertisement -
આ યોજનામાં મસ્ક માટે કેટલાક મોટા નાણાકીય અને ઓપરેશનલ લક્ષ્ય નકકી કરાયા હતા. મસ્કની એઆઈ કંપની એકસઆઈ અને રોકેટ કંપની સ્પેસ એકસના મૂલ્યાંકન (વેલ્યુએશન)માં પણ આ વર્ષે ભારે વધારો થયો છે.
જો તેનું નસીબ વૃદ્ધિની ગતિ જાળવી રાખે છે, તો ફોર્બ્સના અહેવાલ મુજબ, તેના $1 ટ્રિલિયન ટેસ્લા પે પેકેજની બે વેસ્ટિંગ તારીખો પૈકીની પહેલી તારીખ માર્ચ 2033 પહેલા મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની શકે છે.