PGVCLની દરોડા-ડ્રાઈવ યથાવત્
ખાસ-ખબર સંવાદદાતા
સતત ત્રીજા દિવસે વહેલી સવારથી ઙૠટઈકની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ શહેર ડિવિઝન હેઠળ અલગ અલગ 44 ટીમ બનાવી વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેરની અંદર વાવડી અર્બન અને ખોખળદળ સબ ડિવિઝન હેઠળ આવતા રસુલપરા, રામનગર, ગણેશનગર સહીત 10 જેટલા વિસ્તરમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બે દિવસમાં રાજકોટ શહેરમાંથી 58 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે.
- Advertisement -
રાજકોટ શહેરી વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વીજ ચેકીંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી રાજકોટ શહેર અંતર્ગત વાવડી અર્બન અને ખોખળદળ સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 44 ટિમો દ્વારા વાવડી અર્બન અને ખોખળદળ સબ ડિવિઝન હેઠળના રસુલપરા, રામનગર, ગણેશનગર, સનાતન પાર્ક, રણુજાનગર, સહીત વિસ્તારને આવરી લઇ વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં 11 ઊંટના 2 ફીડરો આવરી લેવામાં આવ્યા છે. આ વીજ ચેકિંગમાં સ્થાનિક પોલીસ, જછઙ જવાન, તેમજ 4 વીડિયોગ્રાફરને સાથે રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, PGVCL દ્વારા ગઇકાલે વીજચેકીંગ દરમિયાન 44 ટીમ દ્વારા 1064 કનેક્શન ચેક કરી 132 ક્નેક્શનમાંથી 30.47 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે જયારે સોમવારના રોજ પ્રથમ દિવસે કુલ 51.89 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં બોટાદ સર્કલ હેઠળ 388 કનેક્શન ચેક કરી 72 ક્નેક્શનમાંથી 23.43 લાખની જયારે રાજકોટ શહેર સર્કલ હેઠળ 1083 કનેક્શન ચેક કરી 121 ક્નેક્શનમાંથી 28.46 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી