ખાસ-ખબર સંવાદદાતા
હળવદ વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં વીજ ચેકિંગ દરમિયાન સુખપર પાસે આવેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં 40 કેવીના ચેકિંગ દરમિયાન ફ્લોરમીલના મીટરનું ચેકિંગ કરતા શંકાસ્પદ લાગતા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યુ હતું જેમાં વીજ ચોરી થતી હોવાનું સામે આવતા ફ્લોરમીલના માલિકને 40.30 લાખનો દંડ ફટકારી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ 40 કેવી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વીજતંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન સુખપર પાસે આવેલી ફ્લોરમીલમાં ગત તા. 17 નવેમ્બરે વીજચેકિંગ કરવામાં આવતા શંકાસ્પદ લાગેલા મીટરને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હતુ. આ વીજચેકિંગમાં લેબોરેટરીમાં મોકલી આપેલા મીટરમાં વીજચોરી થતી હોવાનું સામે આવ્યું હતુ જેમાં મીટર ધારક કણઝરીયા થોભણભાઈ વિરજીભાઈ સામે 135-ડી કલમ મુજબ ગુનો દાખલ કરી 40.30 લાખનો દંડ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.