મેંદરડા પંથકમાં 4 ઇંચ વરસાદથી તારાજીના દૃશ્યો સર્જાયા
આજે વિસાવદરમાં 2 ઇંચ વરસાદ સાથે જૂનાગઢમાં હળવા ઝાપટાં
- Advertisement -
મીઠાપુર ગામના ખેડૂત પાણીમાં તણાતા બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લામાં રવિવારે બપોર બાદ મોસમના પ્રથમ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેમાં અન્ય તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં મેંદરડા પંથક 4 ઇંચથી વધુ વરસાદ પડતા મેંદરડા તાલુકાના ઝુંપડા ગામ પાસે આવેલ તમામ ખેડૂતોની વાડી વિસ્તરામાં તારાજી સર્જાઈ હતી અને વીજ થાંભલા સાથે વીજ ટ્રાન્સફોર્મર સાથે આંબાના ઝાડ અને પતરા સહીત ખેતીની જમીન નું ધોવાણ થયું હતું ત્યારે મીની વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતા મીઠાપુરના ખેડૂત મધુવંતી નદીમાં અચાનક પાણી આવી જતા ખેડૂત પાણીમાં તણાઈ જતા બીજા દિવસે તેનો મૃતદેહ મળ્યો હતો. મેંદરડા તાલુકાના ઝુંપડા ગામના આસપાસના ખેતરોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા તારાજી જોવા મળી હતી જેમાં પાકા મકાન લાઈટના થાંભલા વીજ ટીસી અને આંબા ઝાડ તથા પતરા અને ખેતરોમાં નુકસાની જોવા મળી હતી મેંદરડા તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જે ભારે પવન સાથે મીની વાવાઝોડું આવ્યું હતું જેમાં ઝુંપડા ગામ પાસે આવેલ 500 વીઘાથી વધારે જમીનમાં નુકસાન થયું હતું 25થી વધારે ખેડૂતોના ખેતરમાંથી પતરા ઉડી ગયા હતા પત્રા એટલા ઊંચે ઉડ્યા કે એક વાડીથી ત્રણ ખેતર દૂર ઉડી ગયા હતા અને પાકા મકાનની દીવાલો સાથે પડી ગયા હતા અને વીજ થાંભલા બેવડા ગયા હતા અને તાણી સાથે વીજ પોલ સાથે ટીસી પડી ગયા હતા ત્યારે સ્થાનિક ખેડૂત દ્વારા જાણવામા આવ્યું કે એટલો પવન હતો કે બેલા પણ પવનમાં ઉડતા જોવા મળ્યા હતા તેમજ આંબાઓ જડમૂળથી કાઢી નાખ્યા હતા. ખેતીની જમીનમાં પીવડાવવા માટેની પાઇપલાઇન ઉડી ગઈ હતી એટલો પવન હતો કે ફોરવિલ પણ એક જગ્યાથી ઉપડીને 30 ફૂટ દૂર ફેંકી દીધી હતી.
દીપકભાઈ દુધાત્રા મેંદરડા ગ્રામ પંચાયત સદસ્ય જણાવ્યું હતું કે ઢોરનો ચમત્કારિક બચાવ થયો હતો જયારે કિશોરભાઈ સોલંકી, ભગુભાઈ જીવાભાઇ તેમજ અન્ય 25થી વધારે ખેડૂતોના ખેતરરોમા નુકસાની જોવા મળી હતી તેમજ મગફળીના વાવેતરમાં પણ નુકસાની જોવા મળી હતી જયારે ખેડૂતો જણાવ્યું હતું કે આવો પવન અમે ક્યારે નથી જોયો અને પવન 30 મિનિટ સુધી ચાલુ રહ્યો હતો. તારાજીના દ્રશ્યો સાથે મેંદરડા તાલુકાનાના મીઠાપુર ગામના એક ખેડૂત પાણીમાં તણાયા હતા જેમાં મધુવંતી નદીમાં પુર આવ્યું હતું જેમાં હીરાભાઈ હરજીભાઈ કુંભાણી ઉ.વ,.64 નામના ખેડૂત વાડીએ જતા હતા ત્યારે નદીમાં પુર આવી જતા ખેડૂત હીરાભાઈ કુંભાણી તણાઈ ગયા હતા ખેડૂત નદીના પાણીમાં તણાઈ જતા સ્થાનિક તંત્ર ફાયર વિભાગ અને ડિઝાસ્ટરની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી અને બીજા દિવસે બપોરના બે વાગ્યા આસપાસ ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો હતો મીની વાવાઝોડા સાથે બે કલાકમાં 4 થી 5 ઇંચ વરસાદ થતાં મેંદરડા તાલુકા સહિત અનેક વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ હતો જેના લીધે મેંદરડા મીઠાપુર મતવંતી નદીમાં પુર આવ્યું હતું ત્યારે મીઠાપુરના રહીશ ખેડૂત હીરાભાઈ કુંભાણીજે તેમની વાડીએ મીઠાપુર તેમના ઘર તરફ આવી રહ્યા હતા જે દરમિયાન મીઠાપુર ગામમાં આવેલ મધુવંતી નદી પર પહોંચતા મધુવંતી નદીમાં જનકપુર આવી જતા ખેડૂત પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા આતકે આ બાબતની જાણ થતા હરેશભાઈ ઠુમર, મામલતદાર કિશન ચાંદલિયા અને ગામના સરપંચ, મેંદરડા પીએસઆઇ એસ.એન.સોનાર ગ્રામજનો સહિત તેમજ મહેશભાઈ અપારનાથી તેમજ જુનાગઢ અને કેશોદની ફાયર સેફટી દ્વારા સ્થળ પર પહોંચી પૂરના પ્રમાણમાં ગરકાવ ખેડૂતને શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો હતો.