-વિરોધ પ્રદર્શનથી ફફડી ઉઠેલી સરકારે ઈમરજન્સી બેઠક બોલાવી
આતંકવાદનાં સાપને પાળવા પોષવામાં પોતાની સમગ્ર શકિત ખર્ચી નાખનાર પાકિસ્તાનની હાલત ખસ્તાહાલ થઈ ગઈ છે. મોંઘવારી એટલી હદે વધી છે કે રોજે-રોજ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. તેમાં વળી પાકિસ્તાનની સરકારે વીજ બીલના ભાવ એટલા વધારી દીધા છે કે આમ જનના મહિનાનાં પગાર કરતા પણ વીજ બીલ વધારે આવે છે. જેને લઈને પાકિસ્તાનનાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
- Advertisement -
પાક.કબ્જાગ્રસ્ત પાકિસ્તાન-પીઓકેમાં વીજ બીલનાં વધેલા ભાવ સામેનાં વિરોધની આગ હવે દાવાનળની જેમ પૂરા દેશમાં ફેલાઈ ગઈ છે. મોંઘા વીજબીલ સામે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અનેક શહેરો-નાના ગામોમાં આ વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધુ છે. પીઓકેમાં તો મસ્જીદનાં લાઉડ સ્પીકરોમાં લોકોને બિલ ન ચુકવવા આગ્રહ કરાયો છે. વિરોધ પ્રદર્શન જોતા પાકિસ્તાનની સરકારના પગે પરસેવો વળી રહ્યો છે. વચગાળાના વડાપ્રધાન અનવર ઉલ હકક ઠાકરે ઈમરજન્સી બોલાવી હતી અને 48 કલાકમાં કોઈ રસ્તો કાઢવા મજબુર થયા હતા.