-સરકાર પર આવક અને ખર્ચના અંતરને કંટ્રોલ કરવાનું દબાણ
શું આપ ઈ-ટુ વ્હીલર ખરીદવા માંગો છો?તો તેના માટે આપે વધુ પૈસા આપવા માટે તૈયાર રહેવુ પડશે.1 જુનથી ટુ વ્હીલર ઈલેકટ્રીક વ્હીકલ (ઈવી) મોંઘા થઈ જશે.આનુ કારણ એ છે કે સરકારે ટુ વ્હીલર ઈલેકટ્રીક વાહન પર આપવામાં આવતી સબસીડી ઘટાડી નાંખી છે. આ ઘટાડો 1 જુન કે તે પછી રજીસ્ટર્ડ ઈલેકટ્રીક ટુ વ્હીલર ગાડીઓ પર લાગુ પડશે.
- Advertisement -
સબસીડીમાં કેટલો ઘટાડો થશે : ભારે ઉદ્યોગ મંત્રાલયનાં નોટીફીકેશન અનુસાર ફાસ્ટર એડોપ્ટેશન ઓફ મેન્યુફેકચરી ઈલેકટ્રીક એન્ડ હાઈબ્રિડ વ્હીકલ્સ ઈન ઈન્ડીયા અર્થાત એફએએમઈ-2 યોજના અંતર્ગત ઈલેકટ્રીક સ્કુટર માટે 1 જુનથી અધિકતમ સબસીડી ઈલેકટ્રીકનાં એકસ-માર્કેટ મુલ્યનાં મોજુદ 40 ટકાથી ઘટીને 15 ટકા થઈ જશે.
આ સિવાય સબસીડી હાલ 15000 રૂપિયાના બદલે ઈવીની બેટરી ક્ષમતા પ્રત્યે કિલોવોટ કલાકે 10 હજાર રૂપિયા થશે. આનો મતલબ છે કે ગાડીમાં બેટરીની ક્ષમતા પર 10 હજાર પ્રતિ કિલોવોટ કલાકનાં દરથી સબસીડી રજુ થશે.એફએએમઈ-2 પ્રોત્સાહનનો લાભ ઉઠાવવા માટે મેન્યુફેકચર માટે એક સ્કુટરની અધિકતમ એકસ ફેકટરી કિંમત રૂા.1.50 લાખ હોવી જોઈએ.
ગ્રાહકો પર કેટલો બોજ વધશે? : એકસપર્ટનાં અનુસાર ટુ વ્હીલર ઈવી પર એકસ ફેકટરી કિંમત 1.50 લાખ સુધી સબસીડી મળશે. હાલના નિયમ મુજબ આ સબસીડી ઈવી બનાવવા પર પ્રતિ ગાડી 60 હજાર રૂપિયા સુધી બેસતી હતી. પણ હવે તે ઘટીને 22500 રૂપિયા પ્રતિ ગાડી થઈ જશે.જો ગાડીની કિંમત એક લાખ રૂપિયા છે તો પહેલા સબસીડી 40 હજાર રૂપિયા મળતી હતી તે હવે 15 હજાર રૂપિયા મળશે.
- Advertisement -
સરકારની શું મજબુરી છે. : ગત વર્ષે લગભગ 78 લાખ ટુ વ્હીલર ઈવીનું વેચાણ થયુ હતું. મતલબ જેટલુ વેચાણ વધશે એટલી સબસીડીની રકમ વધશે આ સ્થિતિમાં સરકારે સબસીડીમાં કાપ મુકયો છે. સરકાર પર આવક અને ખર્ચ વચ્ચેનાં અંતરને કંટ્રોલ કરવાનું દબાણ છે.