ખાસ-ખબર સંવાદદાતા
મહત્તમ સબસિડી સ્કીમનો લાભ લેવા માટે ગત મહિને થયેલ પડાપડીના કારણે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ મે, 2023માં પ્રથમ વખત 1 લાખના વેચાણના આંકને વટાવી ગયું હતું પરંતુ જૂનમાં વાહનોનું વેચાણ લગભગ 60 ટકા ઘટીને માત્ર 42,124 યુનિટ રહ્યું છે.
વાહન પોર્ટલ પર ઉપલબ્ધ ડેટા અનુસાર મે મહિનામાં કુલ 1,05,348 યુનિટનું વેચાણ થયું હતું. આ વર્ષના પ્રથમ 6 મહિનામાં કુલ 4,31,325 વાહનો વેચાયા છે, જ્યારે 30 જૂને પૂરા થયેલા મહિનામાં માત્ર 42,124 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. આ આંકડો 30 જૂને બપોરે 1.45 વાગ્યા સુધીનો છે.
- Advertisement -
ઈક્રાના ડેટા અનુસાર એપ્રિલમાં 66,000 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું, જ્યારે મે મહિનામાં તે વધીને 1,05,000 યુનિટ થયું હતું. 21 મેના રોજ મંત્રાલયે પ્રોત્સાહન ઘટાડવાની જાહેરાત કરતા વેચાણમાં ઘટાડો થયો હતો. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં આટલા મોટા ઘટાડા પર હજુ સુધી કોઈ કંપનીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ બજાર વિશ્લેષકો કહે છે કે આ ઘટાડાનું કારણ ઈ-સ્કૂટરની કિંમતોમાં થયેલો જંગી વધારો છે.