રાઇડર્સને બ્રાન્ડની અદ્યતન ઇવી ટેક્નોલોજીનો અનુભવ કરવાની ઉત્તમ તક
AERAએ હાઇપરશિફ્ટ 4-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક મોબિલિટી ઇનોવેટર મેટરએ આજે ગુજરાતના રાજકોટમાં તેના નવા એક્સપિરિયન્સ હબનું ઉદઘાટન કરીને સમગ્ર ભારતમાં ઝડપથી વિકસતા તેના રિટેઇલ નેટવર્કમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. રાજકોટમાં મેટરનું એક્સપિરિયન્સ હબ 3ઊં રાઇડ્સ, અયોધ્યા ચોકના વેસ્ટ ગેટ ખાતે આવેલું છે, જે રાઇડર્સને બ્રાન્ડની અદ્યતન ઇવી ટેક્નોલોજીનો અનુભવ કરવાની ઉત્તમ તક પ્રદાન કરે છે. આ હબના કેન્દ્રમાં મેટર AERA છે, જે ભારતની પ્રમથ ગિયર્ડ ઇલેક્ટ્રિક બાઇક છે, જેની ડિઝાઇન અને નિર્માણ સંપૂર્ણપણે ભારતમાં જ કરાયું છે.
આ લોંચ કાર્યક્રમમાં મેટરના સહ-સ્થાપક અને ગ્રૂપ સીઓઓ અરૂણ પ્રતાપ સિંઘ, ડિલર પ્રિન્સિપાલ આશિષ પરસાણા, મનોજ દુધરેજીયા, પ્રશાંત સુરૈયા અને રમેશભાઈ પટેલ, સ્થાનિક મહાનુભાવો, સમગ્ર સૌરાષ્ટ્રના ઇવીમાં રૂચિ ધરાવતા વ્યક્તિઓ અને મેટરની લીડરશીપ ટીમના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કંપનીના સહ-સ્થાપક અને ગ્રૂપ સીઓઓ અરૂણ પ્રતાપ સિંઘે જણાવ્યું હતું કે, રાજકોટ ગુજરાતની આકાંક્ષાઓ અને ઇનોવેશનનું પ્રતિનિધિત્વ કરે છે. આ શહેર નવી ટેક્નોલોજી અપનાવવા અંગે હંમેશાથી અગ્રેસર રહ્યું છે. અહીં અમારા નવા એક્સપિરિયન્સ હબ સાથે અમે રાઇડર્સ સુધી AERAને રજૂ કરવાની સાથે-સાથે પ્રદેશમાં મજબૂત ઇવી સંસ્કૃતિની રચના પણ કરી રહ્યાં છીએ.
- Advertisement -
રાજકોટ એક્સપિરિયન્સ હબ ફિઝિટલ સ્પેસ તરીકે ડિઝાઇન કરાયું છે, જે ફિઝિકલ જોડાણ અને ડિજિટલ ડિસ્કવરીનું ઉત્તમ મિશ્રણ છે. અહીં મુલાકાતીઓ ટેસ્ટ રાઇડ, પ્રોડક્ટ ફીચર્સ તેમજ મેટરની ટેક્નોલોજી અને એન્જિનિયરીંગ જોઇ શકે છે તેમજ મોબિલિટીના ભવિષ્યને દર્શાવતા ડિસ્પ્લે સાથે ઇન્ટરેક્ટ કરી શકે છે.
ડીલર પ્રિન્સિપાલ મનોજ દુધરેજીયા એ જણાવ્યું હતું કે, અમે મેટર સાથેની ભાગીદારીમાં રાજકોટમાં અદ્યતન ઇવી એક્સપિરિયન્સ રજૂ કરતાં ગર્વ કરીએ છીએ. શહેર અઊછઅ સાથે ટ્રાન્સપોર્ટેશનના નવા પ્રકરણ માટે સજ્જ છે અને અમે ઇનોવેશન અને પર્ફોર્મન્સનું ઉત્તમ મિશ્રણ ધરાવતી વિશિષ્ટ ઓફર રજૂ કરી રહ્યાં છીએ.
AERA 5000+ની મુખ્ય વિશેષતાઓ:
હાઇપરશિફ્ટ ગિયરબોક્સ – 3 રાઇડ મોડ્સ સાથે 4-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન: ઇકો, સિટી અને સ્પોર્ટ
લિક્વિડ-કૂલ્ડ પાવરટ્રેન – ઉચ્ચ તાપમાન અને શહેરી ટ્રાફિક માટે ડિઝાઇન કરાયું છે
7 સ્માર્ટ ટચ ડેશબોર્ડ – નેવિગેશન, રાઇડ સ્ટેટ્સ, મીડિયા અને ઓટીએ અપડેટ્સ
5સઠવ બેટરી પેક – 172 કિમી સુધીની સર્ટિફાઇડ રેન્જ, પાણી અને ધૂળથી રક્ષણ માટે ઈંઙ67 રેટેડ
ઝડપી એસ્સિલરેશન – 2.8 સેક્ધડથી ઓછા સમયમાં 0 થી 40 કિમી/કલાક
બેજોડ સલામતી – એબીએસ સાથે ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ, ડ્યુઅલ સસ્પેન્શન, સ્માર્ટ પાર્ક આસિસ્ટ
મેટર મોબાઇલ એપ્લિકેશન – રીઅલ-ટાઇમ ટ્રેકિંગ, જીઓ-ફેન્સિંગ, રાઇડ હિસ્ટ્રી અને રિમોટ કંટ્રોલ
લાઇફટાઇમ બેટરી વોરંટી – લાંબા ગાળાની વિશ્વસનીયતા માટે
ભારતમાં પહેલીવાર