રાજ્યસભાના ત્રણ સાંસદોની ટર્મ ઓગષ્ટ મહિનામાં પૂર્ણ થઈ રહી છે
કેન્દ્રિય ચૂંટણી પંચે રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. રાજ્યસભાના ત્રણ સાંસદોની ટર્મ ઓગષ્ટ મહિનામાં પૂર્ણ થતી હોવાથી આ બેઠકો પર ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે 24 જૂલાઈના રોજ ચૂંટણી યોજાશે.
- Advertisement -
ત્રણ બેઠકો પર 24મી જૂલાઈએ ચૂંટણી યોજાશે
રાજ્યસભામાં ગુજરાતની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. આગામી મહીનાની 24મી જૂલાઈએ રાજ્યસભાની ગુજરાતની આ ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાશે જેના માટે 6 જૂલાઈએ જાહેરનામું બહાર પાડવામાં આવશે તેમજ 13મી જૂલાઈએ ઉમેદવારો માાટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે. ફોર્મ ભરાયા બાદ 14મી જૂલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 14મી જૂલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 24મી જૂલાઈએ સવારે 9થી સાંજના 4 સીધી મતદાન થશે અને સાંજે જ 5 વાગ્યાથી મતગણતરી અને પરિણામ જાહેર થશે.
રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠકો
- Advertisement -
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે જેમા હાલ ભાજપ પાસે 8 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ભાજપના 8 રાજ્યસભા સાંસદોમાં રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા, નરહરિ અમીન, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, એસ. જયશંકર, દિનેશચંદ્ર અનાવડીયા અને જુગલજી ઠાકોરનો સમાવેશ થાય છે. જયારે કોંગ્રેસના ત્રણ રાજ્યસભા સાંસદોમાં શક્તિસિંહ ગોહિલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. આ સાંસદોમાંથી ભાજપના ત્રણ સાંસદો દિનેશ અનાવડીયા, જુગલજી ઠાકોર અને એસ.જયશંકરની ટર્મ 18 ઓગષ્ટ 2023ના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે આ ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે.