જૂનાગઢ જિલ્લામાં લોકસભાની ચૂંટણીના મતદાનના દિવસે મતદાન મથકોમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે ચૂંટણી તંત્રના સહાયકો ખડે પડે જોવા મળ્યા હતા અને આ સહાયકો દ્વારા અંધ મતદારોને હાથ પકડીને મતદાન મથક સુધી લઇ જવામાં આવે છે તો ચાલી ન શકનારા દિવ્યાંગ મતદારોને વ્હીલ ચેર મારફતે મતદાન મથક પરિસરથી મતદાન મથક સુધી સહાયકો લઈ જાય છે.
આમ એક પણ દિવ્યાંગને મુશ્કેલી ના પડે તેનું ધ્યાન ચૂંટણી તંત્ર દ્વારા રાખવામાં આવ્યું છે.ત્યારે અશક્ત મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી હતી અને ચાલીના શકનારા દિવ્યાંગોને વ્હીલ ચેરમાં બેસાડીને મતદાન મથક પર લઇ જવામાં આવ્યા હતા અને ચૂંટણી તંત્રના સહાયકો ખડે પગે જોવા મળ્યા હતા.