દરેક મતનું ફેસ વેરિફિકેશન અને વોટર ID સાથે ક્રોસ-વેરિફિકેશન કરવામાં આવશે
આગામી વિધાનસભા ચૂંટણીમાં તેનો ઉપયોગ થશે કે નહીં તે સફળતાના આધારે નક્કી થશે
- Advertisement -
50 હજારથી વધુ મતદારોએ ઓનલાઈન મતદાન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બિહારમાં પહેલીવાર ઓનલાઈન મતદાન થઈ રહ્યું છે. પટના મહાનગરપાલિકા સહિત અલગ અલગ નગરપાલિકામાં પ્રથમ વખત મોબાઈલ એપ્સ દ્વારા મતદાન કરવામા આવી રહ્યું છે. આ સુવિધા મેળવવા માટે મતદાતાએ પોતાના મોબાઇલ પર ઊ-જઊઈઇઇંછ એપ ઇન્સ્ટોલ કરવી પડશે. આ પછી, તેણે મતદાર યાદીમાં ઉમેરાયેલ પોતાનો નંબર તેની સાથે લિંક કરવાનો રહેશે. આ એપ હાલમાં ફક્ત એન્ડ્રોઇડ મોબાઇલ પર જ કામ કરશે. આ એપ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ફોર એડવાન્સ્ડ કમ્પ્યુટરીંગ દ્વારા બનાવવામાં આવી છે. મતદાનના બૂથ પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈપણ પ્રકારની ખલેલ અટકાવી શકાય. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 489 બૂથ પર મતદાન થઈ રહ્યું છે. મતદારો કુલ 538 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓમાં કુલ મતદારોની સંખ્યા 3,79,674 છે. 50 હજારથી વધુ મતદારો ઓનલાઈન મતદાન કર્યું હતું. એક તરફ જ્યાં લોકો તમામ બૂથ પર ઊટખ દ્વારા મતદાન થઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ, ઘરે બેઠા મતદારો પણ મોબાઈલ એપ્સ દ્વારા મતદાન કરી રહ્યા છે. મતદારોને પહેલીવાર યોજાઈ રહેલા ઈ-વોટિંગ વિશે જાગૃત કરવામાં આવ્યા છે અને તેમને તેમના મોબાઈલ ફોન નેટવર્ક ચાલુ રાખવા કહેવામાં આવ્યું છે. જો ઈ-વોટિંગમાં કોઈ સમસ્યા ઊભી થાય તો વોર્ડ સ્તરે એક આઈટી ટીમની રચના કરવામાં આવી છે અને તેમનો સંપર્ક કરી શકાય છે.
- Advertisement -
એક મોબાઈલ નંબર પર બે મતદાન અને ફેસ મેચિંગ જેવી સુવિધા
બિહાર ચૂંટણી પંચના કમિશનર દીપકપ્રસાદે જણાવ્યું હતું કે મતદાન પ્રક્રિયાને ન્યાયી અને પારદર્શક રાખવા માટે ફક્ત બે મતદારોને એક મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને લોગ ઇન કરવાની મંજૂરી છે. દરેક મતદાર ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને તપાસવામાં આવશે અને ચકાસવામાં આવશે. ઈ વોટિંગ માટે નોંધણી કરાવવી ફરજીયાત છે. જ્યારે ડિજિટલ સુરક્ષાની દ્રષ્ટિએ એપમાં બ્લોકચેન ટેકનોલોજી, ફેસ મેચિંગ અને સ્કેનિંગ જેવી સુવિધાઓ સામેલ હશે જેથી ખાતરી કરી શકાય કે તેમાં છેડછાડ ન થઈ શકે.
કોણ મતદાન કરી શકે છે?
જે લોકો મથક પર જઈને મતદાન કરી શકતા નથી તેમના માટે પણ મોબાઇલ દ્વારા મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે. અધિકારીએ કહ્યું કે વરિષ્ઠ નાગરિકો, અપંગ વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને અન્ય રાજ્યોમાં રહેતા મતદારો પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે. ઓનલાઈન મતદાન કરવા માટે મતદારોના ફોનમાં આ એપ હોવી જોઈએ ત્યારબાદ જ તેઓ મતદાન કરી શકશે.