પોરબંદરમાં યોજાયેલી લોકસભા અને વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું છેલ્લાં પાંચ વર્ષની સરખામણીએ ઓછું મતદાન
ઓછા મતદાન માટે મતદાર યાદી જવાબદાર, ઘણા બહાર શિફ્ટ થઈ ગયા તો ઘણાના નામ કમી ન થયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.8
પોરબંદરમાં લોકસભાની બેઠક પર અંદાજીત 51.76 ટકા મતદાન થયું છે જયારે પોરબંદરમાં વિધાનસભા બેઠકની પેટાચુંટણી પર અંદાજીત 57.78 ટકા મતદાન નોંધાયું છે. લોકસભાની છેલ્લી 5 ચુંટણીમાં થયેલા મતદાન સાપેક્ષમાં આ વખતે 1998 થી લઇ 2009 સુધીના પ્રમાણમાં વધુ અને 2014 તથા 2019 ની ચુંટણી કરતા ઓછું મતદાન નોંધાયું છે. તેવી જ રીતે પોરબંદર વિધાનસભાની આજે યોજાયેલી પેટા ચુંટણીમાં થયેલું મતદાન છેલ્લી 5 ચુંટણીઓ એટલે કે 2002 થી લઇ 2022 સુધીની ચુંટણીઓ કરતા પ્રમાણમાં ઓછું નોંધાયું છે. એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચુંટણી યોજાઇ હતી.
- Advertisement -
દેશમાં લોકસભા 2024 ની યોજાઇ રહેલી ચુંટણીમાં પોરબંદર લોકસભા બેઠક માટે અને પોરબંદરની વિધાનસભા બેઠક માટે પેટા ચુંટણી આજે 7 મે ના રોજ યોજાઇ હતી. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જેવો જંગ જામ્યો હતો જયારે વિધાનસભાની બેઠક માટે યોજાયેલી પેટા ચુંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી ભાજપમાં ભળી ગયેલા અર્જુન મોઢવાડિયાએ ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું તેની સામે એક સમયના તેના જ કોંગ્રેસી સાથીદાર રાજુ ઓડેદરાએ ચુંટણી મેદાનમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું છે.
11 – પોરબંદર લોકસભા બેઠક પર 912077 પુરુષ મતદારો અને 856110 સ્ત્રી મતદારો તેમજ 25 થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ 1768212 મતદારો નોંધાયા છે જયારે 83 પોરબંદર વિધાનસભા બેઠક પર 134614 પુરુષ મતદારો, 129607 સ્ત્રી મતદારો તેમજ 5 થર્ડ જેન્ડર મતદાર સહિત કુલ 264226 મતદારો નોંધાયા છે. પોરબંદર જિલ્લામાં મતદાન કરવામાં લોકોની નિરસતાનું ચિત્ર સ્પષ્ટ થયું થયું છે જયારે કે પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચુંટણીમાં અંદાજીત 57.78 ટકા મતદાન થયું છે. મતદારોમાં મતદાન માટે એવરેજ ઉત્સાહ જોવા મળ્યો હતો.તો ક્યાંક ઓછા મતદાન માટે મતદાર યાદી જવાબદાર છે. ઘણા લોકોના બીજા સિટીમાં શિફ્ટ થઈ ગયા તો ઘણા મરણ જનાર લોકોના હજુ સુધી નામ કમી ન થયા. જેમના નામ હજી મતદાર યાદીમાંથી કમી કરવામાં ન આવ્યા હોવાથી મતદાનની ટકાવારી પર અસર જોવા
મળે છે.
એસ.પી જાડેજા સહિતના પોલીસ અધિકારીઓનું સતત પેટ્રોલિંગ
પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા તથા LCB, SOG સહિતની બ્રાંચો દ્વારા તમામ મતદાન મથકોની સ્થળ નિરીક્ષણ કરી કોઈપણ જાતના અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
- Advertisement -
7 વિધાનસભામાંથી પોરબંદર બેઠક પર સૌથી વધુ મતદાન નોંધાયું
કલેકટર કે.ડી.લાખાણી દ્વારા મતદાન પૂર્વ મતદાન જાગૃતિ અભિયાન સફળ રહ્યું હોય તેમ 11 – પોરબંદર લોકસભા બેઠક પર 7 વિધાનસભામાંથી પોરબંદર વિધાનસભા બેઠકપરથી સૌથી વધુ 57.78% ટકા મતદાન નોંધાયું