ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લાની 4 નગર પાલિકાના સત્તા પક્ષને અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં પ્રમુખ ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ ની ચૂંટણી યોજાય વેરાવલ, સુત્રાપાડા, ઉના અને તાલાલામાં નવા હોદેદારો નિમાયા સૌ પ્રથમ ગીરના વડા મથક વેરાવલ ની વેરાવલ પાટણ સંયુક્ત નગર પાલિકાની ચૂંટણીની વાત કરી એ તો વેરાવલ પાલિકા ભાજપના કબજામાં છે જેનો અઢી વર્ષ નો સમય પૂર્ણ થતાં થતા આજે પદાધિકારીઓ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદે પલ્લવીબેન જાનીની વરણી થઈ છે તો ઉપપ્રમુખ પદે જયેશભાઇ માલમડી ની નિયુક્તિ થઈ છે ન્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ચંદ્રિકાબેન સિકોતરિયા ચૂંટાયા છે વેરાવલ બાદ ભાજપ શાસિત સુત્રાપાડા નગર પાલિકાના પ્રમુખ પદે રમેશભાઈ વડાંગર ચૂંટાયા, ઉપપ્રમુખ પદે નરેશભાઈ કામળીયા જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે કૈલાશભાઈ રામ ચૂંટાયા છે ઉના પાલિકા ના પ્રમુખ પદે પરેશભાઈ બાંભણિયા જ્યારે ઉપ પ્રમુખ પદે દર્શનાબેન જોશી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે ધીરુભાઈ છગ બિન હરીફ ચૂંટાયા છે તાલાલા પાલિકાના પ્રમુખ પદે ઉષાબેન કિશોરભાઈ લક્કડ, જ્યારે ઉપ પ્રમુખ પદે પરેશભાઈ હરજીવનભાઈ રાયચુરા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે દિલીપભાઈ હકાભાઈ બોરીચા બિન હરીફ ચૂંટાયા છે.ગીર સોમનાથ માં.કુલ 5 પાલિકા છે જે તમમાં ભાજપ ના કબજામાં છે.