ખાસ-ખબર સંવાદદાતા
પ્રભાસ પાટણ મુસ્લિમ ઘાચી સમાજના પ્રમુખ પદની ચૂંટણી તા.24નાં રોજ યોજવામાં આવી હતી. જેમાં ટોટલ 2419 લોકોએ વોટિંગ કર્યું હતું. નુરદિન ભાઈને 787 મત મળ્યા, હાજી યુસુફ ભાઈ કચરાને 1607 મતો મળ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્ર ઘાંચી સમાજમાં સારી નામના ધરાવતા હાજી યુસુફ ભાઈ પટેલને આશીર્વાદ આપી જંગી બહુમતીથી મતદારોએ વિજયી બનાવ્યા હતા.જેમાં તેઓ 820 મતની લીડથી વિજેતા થયા હતા.આ તકે તેમણે જણાવ્યું હતું કે આવનાર ત્રણ વર્ષ સમાજમાં મજબૂત સંગઠન બનાવી સમાજના વિકાસ માટે પ્રયત્નશીલ રહેશું અને ચુંટણી સમય દરમિયાન આપેલ વચનો પૂરા કરિશું.ચુંટણી સમયગાળા દરમિયાન ચુંટણી પંચે નિષ્પક્ષ અને તટસ્થ કામગીરી કરી હતી તે માટે ઘાંચી યુવા સંગઠન દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પ્રભાસ પાટણ ઘાંચી સમાજની ચૂંટણીમાં પ્રમુખની વરણી
