ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ ડાંગર, કારોબારી અધ્યક્ષ તરીકે પ્રવીણભાઇ કયાડા
મુખ્યમ ત્રણ પદમાં બે લેઉવા પટેલ, એક આહીર: રાજકોટ, ગોંડલ, જેતપુર તાલુકાને પ્રતિનિધિત્વ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે આવતા અઢી વર્ષ માટે નવા પદાધિકારીઓની જાહેરાત જિલ્લા પ્રભારી ધવલ દવે, પ્રમુખ અલ્પેકશ ઢોલરીયા અને જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરની હાજરીમાં કરવામાં આવી હતી. નવા પ્રમુખ તરીકે પ્રવીણાબેન સંજયભાઇ રંગાણી, ઉપપ્રમુખ તરીકે રાજુ ડાંગર અને કારોબારી અધ્યીક્ષ તરીકે પ્રવીણ જી.કયાડાની જાહેરાત કરવામાં આવી છે. પ્રમુખ અને ઉપ પ્રમુખ પદના ઉમેદવારે ડીડીઓ દેવ ચૌધરી સમક્ષ ઉમેદવારી રજુ કરી હતી. ત્યારે આજે કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદે રોટેશન મુજબ સામાન્યત વર્ગની મહિલાની પસંદગી કરવાની થતી હતી. જેના માટે પ્રવીણાબેન રંગાણી, દક્ષાબેન રાદડીયા, અલ્પાાબેન તોગડીયા, ગીતાબેન ટીલાળા, લીલાબેન ઠુંમર વગેરેના નામની ચર્ચા ચાલતી હતી. આખરે કુવાડવા બેઠકથી ચુંટાયેલા પ્રવીણાબેન રંગાણીની પસંદગી થઇ છે. નવી પસંદગીને સભ્યોેએ સર્વાનુમતે વધાવી છે. રાજકોટ તાલુકામાંથી પ્રમુખની પસંદગી થઇ તો ઉપપ્રમુખ તરીકે ગોંડલ તાલુકામાંથી ચુંટાયેલા સભ્યી રાજુ ડાંગરની પસંદગી થઇ છે તેઓ આહીર સમાજના છે. કારોબારી અધ્ય ક્ષ પદ માટે પ્રવીણભાઇ કયાડાનું નામ જાહેર થયું છે. તેઓ અગાઉ બાંધકામ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. છે. અગાઉ પંચાયતના ઉપાધ્ય ક્ષ તરીકે રહી ચુકેલા છે. નવી પસંદગીમાં 2 લેઉવા પટેલ સમાજ તેમજ એક આહીર સમાજના પ્રતિનિધિ છે. રાજકોટ, ગોંડલ અને જેતપુર તાલુકાને પ્રતિનિધિત્વય મળ્યું છે.