ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પંચાયતના અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિબાદ ગઇકાલે જિલ્લા પંચાયત ખાતે પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના આઠ સમિતિના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ સમિતિમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે દિલીપસિંહ સિસોદીયા સહિત નવ સભ્યો, અપીલ સમિતિમાં પ્રમુખ હરેશભાઇ ઠુંમ્મર સહિત 3 સભ્યો, બાંધકામ સમિતિમાં ચેરમેન તરીકે ભાવનાબેન મૈતર સહિત પાંચ સભ્યો, શિક્ષણ સમિતિમાં ચેરમેન તરીકે સાકરબેન દિવરાણીયા સહિત નવ સભ્યો, આરોગ્ય સમિતિમાં ચેરમેન તરીકે સોમાતભાઇ વાસણ સહિત પાંચ સભ્યો, સિંચાઇ સહકાર ખેતીવાડી પશુપાલન સમિતિના ચેરમેન તરીકે આરતીબેન જાવીયા સહિત પાંચ સભ્યો, મહિલા બાળ કલ્યાણ વિકાસ સમિતિના ચેરમેન તરીકે રીનાબેન મારડીયા સહિત પાંચ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સમિતિના હોદેદ્દારોની વરણી
