ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.21
હળવદ નગરપાલિકાની ચૂંટણી આ વખતે ચાર પાખીયો જંગ ખેલાયો હતો જેમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ આપ અને બહુજન સમાજ પાર્ટી સહીતના 28 બેઠકો માટે 70 થી વધુ ઉમેદવારો મેદાનમાં હતા.
ચુંટણી પહેલાથીજ હળવદ નગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહેશે અને 28 માંથી 28 બેઠક ભારતીય જનતા પાર્ટી કબજે કરશે તેવું ચૂંટણી ઇન્ચાર્જ અજયભાઈ રાવલ એ મીડિયા સમક્ષ કહ્યું હતું જે હુંકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરેલા વિકાસના કાર્યો અને કાર્યકરોની મહેનતના લીધે તેમને વિરોધ પક્ષને ખુલ્લી ચેલેન્જ આપી હતી. અને સાથે સાથે તેમને એડવાન્સ માં કહ્યું હતું કે 18 તારીખે ચૂંટણીના પરીણામ દિવસે નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લેહારશે તેવી ખુલ્લી ચેલેન્જ આપી હતી. ત્યારે નગરપાલિકાની 28 માંથી 27 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.