ભાજપ વિકાસના મુદ્દે, જ્યારે કોંગ્રેસે ભાજપની નિષ્ફળતાના મુદ્દે પ્રચાર કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધ્રાંગધ્રા, સાયલા અને લીમડી ખાતે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે જેમાં ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી પણ જાહેર થઈ ચૂકી છે આ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ તરફે ઉમેદવારો જાહેર થતાં જ બંને પોતાના નામાંકન પત્રો ભરી દીધા હતા જેમાં કોંગ્રેસમાંથી અલ્પેશભાઈ પટેલ અને ભાજપમાંથી અમરાભાઇ ભરવાડે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે આ તરફ આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું છે તેવામાં હવે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂર્ણ થતા બંને ઉમેદવારે ચૂંટણી પણ શરૂ કરી દિધો છે. ભાજપ ઉમેદવાર દ્વારા પોતાના પક્ષ દ્વારા કરેલા વિકાસના કાર્યોને લઇ લોકો વચ્ચે જઈ મત અમંગવામાં આવે છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર દ્વારા ભાજપના છેલ્લા ચાર વર્ષમાં વોર્ડ નંબર 1 સાથે થયેલા અન્યાય અને વિકાસની માત્ર વાતો થતી હોવાનું ગણાવી મતદારોને રીઝવવાના પ્રયાસ શરૂ કરાયા છે.