આજે સાંજે EC તારીખોની જાહેરાત કરશે, બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે: બધા પક્ષોની છઠ્ઠ પછી મતદાનની માગ
ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગું થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ચૂંટણી પંચ આજે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. આજે સાંજે 4 વાગ્યે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ થશે. ચૂંટણી પ્રક્રિયા 22 નવેમ્બર, 2025 સુધીમાં પૂર્ણ થવી આવશ્ર્યક છે. બધા પક્ષોએ ચૂંટણી પંચને છઠ પછી મતદાન કરાવવા વિનંતી કરી છે. રાજ્યમાં મતદાન બે તબક્કામાં યોજાઈ શકે છે. બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે.
2020માં બિહારની ચૂંટણીઓ ત્રણ તબક્કામાં યોજાઈ હતી. 20 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી મતદાન થયું હતું. 10 નવેમ્બરના રોજ પરિણામો જાહેર થયા હતા. 2015માં પાંચ તબક્કામાં મતદાન થયું હતું. 12 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી મતદાન થયું હતું. 8 નવેમ્બરના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા હતા.
ચૂંટણી પંચે છેલ્લા બે દિવસમાં બિહારની મુલાકાત લીધી છે અને તમામ રાજકીય પક્ષો સાથે બેઠકો કરી છે. ત્યારબાદ આજે ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે ચૂંટણીઓ આ સમયમર્યાદા પહેલાં યોજાશે. બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ થશે. બિહાર ચૂંટણી પહેલા જઈંછ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ઘણો હોબાળો થયો હતો.
નીતિશ કુમારના નેતૃત્વમાં DNA ચૂંટણી લડશે
DNAએ સ્પષ્ટપણે કહ્યું છે કે 2025ની વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ લડવામાં આવશે. શરૂઆતમાં, ગઉઅની અંદર નીતિશ કુમારને લઈને થોડી મૂંઝવણ હતી. પરંતુ હવે, ભાજપના વરિષ્ઠ નેતાઓએ પોતે નીતિશ કુમારના ચહેરા પર મહોલ લગાવી દીધી છે. જેડીયુ પણ નીતિશ કુમારને પોતાના મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે વિચારી રહ્યું છે, અને તેમનું સૂત્ર છે ‘2025 થી 2030, ફિર સે નીતિશ’. આ ઉપરાંત, ચિરાગ પાસવાનની પાર્ટી કઉંઙ(છ) અને ઇંઅખ પાર્ટીના સુપ્રીમો જીતન રામ માંઝી પણ નીતિશના ચહેરા પર ચૂંટણી લડવા માટે સંમત થયા છે.
મહાગઠબંધનમાં CM ફેસ સ્પષ્ટ નથી
મહાગઠબંધનનો CM ફેસ હજુ પણ સ્પષ્ટ નથી. આરજેડી તેજસ્વી યાદવને ગઠબંધનના મુખ્યમંત્રી ચહેરા તરીકે રજૂ કરી રહ્યું છે. તેજસ્વીએ પોતે જ પોતાને ગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો જાહેર કર્યો છે. વીઆઈપી અને સીપીઆઈ(એમએલ) એ પણ તેનું સમર્થન કર્યુ છે. પરંતુ કોંગ્રેસે ક્યારેય ખુલ્લેઆમ આ વાત સ્વીકારી નથી.