ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણી જંગ ચર્ચામાં આવી ગયો છે. કેટલાક સિનિયર વકીલોએ એક પેનલ તૈયાર કરી છે જે બાર એસોસિયેશનની ચૂંટણી લડશે. જેમાં પ્રમુખ તરીકે લલિતસિંહ શાહી, ઉપપ્રમુખ તરીકે નલિનકુમાર જે. પટેલ, સેક્રેટરી તરીકે દિલીપભાઈ જોષી, જોઇન્ટ સેક્રેટરી તરીકે જે.એફ.રાણા, ટ્રેઝરર તરીકે જી.આર.ઠાકર, લાઇબ્રેરી સેક્રેટરી તરીકે જયુભાઈ જી. શુક્લ ઉમેદવારી નોંધાવશે. આ ઉપરાંત કારોબારી સભ્યોમાં ઉમેદવારો જોઈએ તો બિપીનભાઈ એચ. મેહતા, તુલસીદાસ બી. ગોંડલિયા, મહર્ષિભાઈ સી. પંડ્યા અને જશુભાઇ કરથીયા ઉમેદવારી નોંધાવશે કરશે. સિનિયર ધારાશાસ્ત્રીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નવું કોર્ટ બિલ્ડીંગ તૈયાર થઈ રહ્યું છે. જેમાં બાર રૂમ, લાઈબ્રેરી, ટેબલ વ્યવસ્થા, લોકરો, કેન્ટીન સહિતની યોગ્ય સુવિધાના પ્રશ્નો ઉદભવશે. સિનિયર ધારાશાસ્ત્રીઓ પોતાના અનુભવના આધારે નિરાકરણ લાવી શકશે. તેઓ તેમના બહોળા અનુભવથી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તથા ગુજરાત સરકાર તથા અન્ય સરકારી અધિકારીઓ સાથે યોગ્ય સંકલનો તેમજ રજૂઆત કરીને આવનારા વર્ષમાં રાજકોટ બારના તમામ પ્રશ્નો અને સુવિધાઓ માટે શ્રેષ્ઠ કાર્યો કરશે.