હાલ ઈન્ટરનેટ પર એક વૃદ્ધ દંપતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વૃદ્ધ દંપતી મેટ્રોમાં પરફેક્ટ સેલ્ફી લેવા માટે મહેનત કરતાં દેખાય રહ્યા છે.
આમ તો અવારનવાર ઇન્ટરનેટ પર ઘણા વિડીયો વાયરલ થતાં રહે છે અને તેમાંથી ઘણા વિડીયો કપલ્સના પણ વાયરલ થાય છે. અલગ અલગ વિડીયોમાં કપલ્સ અલગ અલગ હરકતો કરતાં જોવા મળે છે, ઘણા ક્યૂટ લાગે છે તો ઘણા વિડીયોને જોઈને એમ લાગે છે કે શા માટે લોકો આવા વિડીયો બનાવતા હશે. પણ આમ છતાં ઘણા એવા વિડીયો છે જેને જોયા પછી લોકો કહે છે…વાહ! ભાઈ પ્યાર હો તો ઐસા! એવામાં હાલના દિવસોમાં એક આવો જ ક્યૂટ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો છે અને ઘણો વાયરલ થયો છે. વિડીયો જોઈને લોકો દિલખોલીને તેને લાઇક અને શેર કરી રહ્યા છે.
- Advertisement -
વાયરલ થયો વિડીયો
હાલ ઈન્ટરનેટ પર એક વૃદ્ધ દંપતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને એ વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વૃદ્ધ દંપતી મેટ્રોમાં પરફેક્ટ સેલ્ફી લેવા માટે મહેનત કરતાં દેખાય રહ્યા છે. વિડીયોમાં કેદ થયેલ બંનેની ક્યૂટનેસ અને મહેનતે ઈન્ટરનેટ પર લોકોના દિલ જીતી લીધા હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ કપલ સેલ્ફી લેવા માટે મહેનત કરે છે પણ ચાલતી ટ્રેનને કારણે સારી સેલ્ફી આવી શકતી નથી. એ બાદ મહિલાએ તેના પતિને આશ્વાસન આપ્યું કે તેઓ મેટ્રોમાંથી ઉતરતા પહેલા સારી તસવીર આવી જશે અને એ પછી વ્યક્તિ સેલ્ફી લેવાનો પ્રયાસ કરે છે.
પરફેક્ટ ફોટો નહતો મળતો
આ વાયરલ થયેલ વીડિયોમાં જોવા મળ્યું એ મુજબ એક વૃદ્ધ કપલને સેલ્ફી લેવાની આદત નહીં હોય એટલે કપલ એક પરફેક્ટ સેલ્ફી નહતા લઈ શકતા પણ તેમ છતાં તે પ્રયાસ કરવાનું ન છોડ્યું અને આ દરમિયાન એમને ઘણી મહેનત કરી અને યુગલ આખરે ઉભા થાય છે અને સેલ્ફી લે છે અને એ પછી ફરી બેસીને પણ સેલ્ફી લે છે.
- Advertisement -
આ વીડિયોને Kalpak Photogarphy નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. અને હાલ આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સાથે જ લોકો કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘ઘણા નાના શહેરોમાં મેટ્રો ટ્રેન દોડતી નથી અને જ્યારે પણ લોકો મેટ્રોમાં મુસાફરી કરે છે ત્યારે તેઓ અંદરનો નજારો રેકોર્ડ કરવા માગે છે અને આ કંઈક એવું છે.’ જ્યારે બીજાએ લખ્યું, ‘આ ક્લિપે મારો દિવસ બનાવી દીધો.’