17, 18 અને 20 નવેમ્બરના રોજ ત્રણેય વિધાનસભા મતવિસ્તારોમાં પદયાત્રા યોજાશે: કલેક્ટરે જિલ્લાવાસીઓને જોડાવા અનુરોધ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
- Advertisement -
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની રાજ્યભરમાં થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ ત્રણેય વિધાનસભા મતવિસ્તારોમાં ’એકતા પદયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આ પદયાત્રામાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા માટે જિલ્લાવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પદયાત્રાની વિગતો નીચે મુજબ છે
17 નવેમ્બર: સવારે 8:00 કલાકે ટંકારા-પડધરી મતવિસ્તારની પદયાત્રા આર્ય સમાજ, ટંકારાથી શરૂ થઈ હરબટીયાળી ખાતે સમાપ્ત થશે.
- Advertisement -
18 નવેમ્બર: સવારે 8:00 કલાકે વાંકાનેર મતવિસ્તારની પદયાત્રા કિરણ સિરામિક, રાતી દેવડીથી વાંકાનેર ટાઉનહોલ ખાતે સમાપ્ત થશે.
20 નવેમ્બર: સવારે 9:00 કલાકે મોરબી-માળિયા મતવિસ્તારની પદયાત્રા નવા બસ સ્ટેન્ડ સામેના સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી શરૂ થઈ મણીમંદિર/શક્તિ ચોક ખાતે સમાપ્ત થશે.
આ એકતા પદયાત્રા દરમિયાન રૂટ પર સરદાર પટેલના જીવન આધારિત પ્રદર્શન, યોગ પ્રદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.



