ભાજપમાં જશ્ન
આજે સાંજે 7.30 વાગે એકનાથ શિંદે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, આવતીકાલે મંત્રીઓ શપથગ્રહણ કરશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
20 જૂને શરૂ થયેલી મહારાષ્ટ્રની રાજકીય ખેંચતાણ હવે ખતમ થઈ ગઈ છે. બળવાના 10 દિવસ પછી બળવાખોરના નેતા એકનાથ શિંદે ગુરુવારે મુંબઈ પરત ફર્યા છે. તેઓ અહીંથી સીધા જ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે ગયા. શિવસેનાના સાથે બળવો કરનાર એકનાથ શિંદેને ભેટ સ્વરૂપે ભાજપે ઈખ પદ આપ્યું છે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સાથે રાજભવનમાં મુલાકાત બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ સંબોધી હતી. જ્યાં તેમને એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં એકનાથ શિંદેના નવા મુખ્યમંત્રી બનશે તેમ જણાવ્યું. એકનાથ શિંદે આજે સાંજે 7.30 વાગ્યે ઈખ પદના શપથ ગ્રહણ કરશે. શિંદે ગોવાથી એકલા આવ્યા છે. તેમની સાથે શિવસેનાના 39 અને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પત્ર પણ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફડણવીસ અને શિંદે એકસાથે રાજભવન જવા નીકળી ગયા છે. રાજ્યપાલની સામે આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. એકનાથ શિંદેને ડેપ્યુટી ઈખ બનાવવામાં આવી શકે છે. જ્યાં તેઓ પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે. મુંબઈ હાલની સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે એકનાથ શિંદેની સુરક્ષા વધારી દેવાઈ છે. તેમને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે.
શિવસેના મહારાષ્ટ્રમાં સત્તાથી બહાર થઈ ગયું છે અને ભાજપે સરકાર બનાવવા માટે બેઠકો શરૂ કરી દીધી છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે પણ બેઠક ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ ફડણવીસ આજે જ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.
આનંદીબેન પછી બીજા ઉદ્ધવ ઠાકરે CM, જેમણે સોશિયલ મીડિયા પરથી રાજીનામું આપ્યું
ઉદ્ધવ ઠાકરે બીજા એવા મુખ્યમંત્રી છે, જેમને પોતાના રાજીનામાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે. આ પહેલાં ગુજરાતનાં મુખ્યમંત્રીપદેથી આનંદીબેન પટેલે ફેસબુકમાં રાજીનામાની જાહેરાત કરી હતી. 1 ઓગસ્ટ, 2016ના રોજ આનંદીબેન પટેલે સોશિયલ મીડિયામાં પોતાનું રાજીનામું આપ્યું હતું.
- Advertisement -
ભાજપમાં જશ્નનો માહોલ
ઉદ્ધવના રાજીનામાની જાહેરાતની સાથે જ ભાજપના ધારાસભ્યો ઉત્સવના મૂડમાં જોવા મળ્યા. તાજ હોટલમાં ચાલી રહેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ‘વંદે માતરમ’ના નારા લાગ્યા અને કેટલાંક ધારાસભ્યોએ દેવેન્દ્ર ફડણવીસને મીઠાઈ ખવડાવીને મહાવિકાસ આઘાડી સરકાર પડી ગઈ હોવાથી જશ્ન મનાવ્યો.
CMની ખુરશીની સાથે વિધાન પરિષદનું સભ્યપદ પણ છોડ્યું
સુપ્રીમ કોર્ટે બુધવારે રાત્રે શિવસેનાની દલીલ ફગાવ્યા બાદ ગુરુવારે જ ફ્લોર ટેસ્ટના આદેશ આપ્યા હતો, જેના થોડા સમય બાદ જ ઈખ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી. તેમણે પોતાનું રાજીનામું મંત્રીમંડળના સહયોગી અનિલ પરબના માધ્યમથી રાજભવન મોકલ્યું છે. બુધવારે રાત્રે લગભગ સવા 11 વાગ્યે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપવા જાતે જ ડ્રાઈવ કરીને રાજભવન જવા નીકળ્યા હતા. તેમની સાથે કારમાં બંને પુત્ર આદિત્ય અને તેજસ ઠાકરે પણ રાજભવન જવા નીકળ્યા હતા.
બીજી તરફ, બળવાખોર ધારાસભ્યો મોડી સાંજે ગોવા પહોંચી ગયા હતા. એ બાદ બળવાખોરના નેતા એકનાથ શિંદેએ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરી.