મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં નવી સરકારના ગઠન બાદ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં નવી સરકારના ગઠન બાદ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યમાં મંત્રી પરિષદના વિસ્તાર પર ચર્ચા થઈ છે. એકનાથ શિંદે અને ફડણવીસ શુક્રવારે મોડી સાંજે દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડૂ, પ્રધાનમંત્રી મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મળવાનો પણ કાર્યક્રમ છે.
- Advertisement -
રાજધાની પહોંચ્યા બાદ બંને નેતા મહારાષ્ટ્ર સદન પહોંચ્યા. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પહેલા દેવેન્દ્ર ફડણવીસ અમિત શાહના નિવાસ સ્થાને પહોંચ્યા બાદ ત્યાર બાદ થોડી વારમાં શિંદે પણ ત્યાં પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે, અમિત શાહ સાથે ચર્ચા કરી અને શિવસેના શિંદે જૂથની સાથે સત્તા ભાગીદારીની ફોર્મ્યુલા પર ચર્ચા થઈ છે.
महाराष्ट्राचे नवनियुक्त मुख्यमंत्री @mieknathshinde जी व उप-मुख्यमंत्री @Dev_Fadnavis जी यांची भेट घेऊन त्यांना शुभेच्छा दिल्या.
मला विश्वास आहे की @narendramodi जींच्या मार्गदर्शनाखाली आपण दोघे जनतेची निष्ठापूर्वक सेवा कराल आणि महाराष्ट्राला विकासाच्या नवीन उंचीवर घेऊन जाल. pic.twitter.com/leTdbpulUQ
- Advertisement -
— Amit Shah (@AmitShah) July 8, 2022
અમિત શાહે શિંદે અને ફડણવીસ સાથે પોતાની મુલાકાતની તસ્વીર ટ્વિટર પર શેર કરતા લખ્યું છે કે, મને વિશ્વાસ છે કે, પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શનમાં આપ બંને વિશ્વાસપૂર્વક લોકોની સેવા કરશો અને મહારાષ્ટ્રના વિકાસને નવી ઉંચાઈએ પહોંચાડશો.
એકનાથ શિંદે અને ફડણવીસની આ દિલ્હી મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે શિંદે જૂથના 15 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માગ પર સુપ્રીમ કોર્ટમાં 11 જૂલાઈએ મહત્વની સુનાવણી થવાની છે. આ અરજી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં શિવસેના તરફથી દાખલ કરવામાં આવી છે. તેના વિશે પૂછતા શિંદેએ પત્રકારોને કહ્યું હતું કે, અમને ન્યાયપાલિકા પર પુરો વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, શિવસેનામાં કુલ 55 ધારાસભ્યો છે, જેમાંથી તેમની પાસે 2/3 સમર્થન છે. વિધાનસભા અધ્યક્ષે પણ અમને માન્યતા આપી છે.