ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના જેતપરરોડ બેલા ગામની સીમમાં આવેલ ઇમ્પેલર કવાર્સ એલ.એલ.પી. કારખાનાની ઓફીસમાંથી જુગાર રમતા રોકડા રૂપીયા 3,52,500/- ના મુદામાલ સાથે 8 ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે. મોરબી એલ.સી.બી. પોલીસને સયુકતમાં અગાઉથી ખાનગી રાહે બાતમી મળેલ કે, મયુરભાઇ કેશવજીભાઇ પટેલ રહે. મોરબી વાળો જેતપરરોડ, બેલા (રંગપર) ગામની સીમમાં આવેલ તેના કબ્જા ભોગવટા વાળા ઇમ્પેલર કવાર્સ એલ.એલ પી. કારખાનાના લોડીંગ પોઇન્ટની ઉપર આવેલ પેનલ ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે આજે રેઇડ કરતા કુલ-08 ઇસમો મોરબીવાળાને રોકડા રૂ.3,52,200/- નો મુદામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ 4,5 મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
જેતપર રોડ પર આવેલા કારખાનામાં જૂગાર રમતા આઠ પકડાયા
